bhavnagarBreaking NewsCrimeGujarat

હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં અને છેલ્લાં આઠ વર્ષથી વચગાળાની રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલદ્વારા ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા કર્મચારી ઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જંમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને બાતમી મળેલ કે,ભાવનગર,જેસર પોલીસ સ્ટેશનમાં સને-૨૦૧૨માં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતાં પાકા કામનાં કેદી રણજીતભાઇ ઉર્ફે રાણા રાજાભાઇ શિયાળ રહે.બેડા તા.જેસર,જી.ભાવનગરવાળા હાલ-સુરત ખાતે રહે છે.જે બાતમી આધારે પેરોલ ફર્લો સ્કવોડના માણસોએ સુરત ખાતે જઇ તપાસ કરતાં નીચે મુજબના પાકા કામના કેદી ઉમરા તા.ઓલપાડ, જી.સુરત ખાતેથી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ હાથ ધરેલ છે.

પાકા કામના કેદી:-રણજીતભાઇ ઉર્ફે રાણા રાજાભાઇ શિયાળ ઉ.વ.૪૫ ધંધો-છુટક મજુરી રહે.પ્લોટ વિસ્તાર,નિશાળ પાસે,બેડા તા.જેસર,જી.ભાવનગર હાલ- શોપીંગ સેન્ટરમાં,વરાછા,સુરત

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પોલીસ કર્મચારી હરેશભાઇ ઉલ્વા,અરવિંદભાઇ મકવાણા,હિરેનભાઇ સોલંકી,દિપસંગભાઇ ભંડારી,નીતિનભાઇ ખટાણા,મજીદભાઇ શમા,પ્રજ્ઞેશભાઇ પંડયા,મહેશભાઇ કુવાડિયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 432

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *