Crime

મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ટ્રાન્ઝીસ્ટ (મુસાફરી) વોરંટ મેળવી કાયદેશરની કાર્યવાહી કરતી મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા  (IPS) શ્રી નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા  (IPS) નાઓએ પોરબંદર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પોરબંદર શહેર વિભાગીય પોલીસ અધિકારી શ્રી રૂતુ રાબા  તથા આર.જે.રામ પોલીસ ઇન્સપેક્ટર મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર નાઓએ અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ

જે અનુસંધાનમાં મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર I પાર્ટ ગુ.ર.નં. ૧૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૯૮(એ),૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો હોય અને સદર આરોપીની અવર નવર તેના રહેણાંક ઘરે તપાસ કરતા મળી આવતો ન હોય અને તપાસ દરમ્યાન વિદેશ ખાતે જતો રહેલ હોવાનુ જણાઇ આવતા સદર આરોપી વિરૂધ્ધ એલ.ઓ.સી ની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને સદર આરોપી સંજય મુરૂભાઇ મોઢવાડીયા મુળ રહે- રૂમ નંબર ૦૭ મુરલીધર પાર્ક-૦૧ હરી મેડીકલ વાળી ગલી બોખીરા ગામ તા.જી.પોરબંદર હાલ રહે- યામોસુકા, અબીજા, કોર્ટ ડીવોર મીલેનિયર વેસ્ટ આફ્રીકા નાનો આફ્રીકા ખાતેથી પોતાના વતન પોરબંદર આવતી વખતે મુંબઈ છત્રપતી શીવાજી એરપોર્ટ ખાતે ફલાઇટમાંથી ઉતરેલ અને સદર આરોપી મુંબઇ થી જામનગરની ફલાઇટમાં બેસવા માટે ઇમીગ્રેશન વિભાગ મુબઇ ખાતે પ્રોરેશ કરાવતા હોય તે દરમ્યાન ઇમીગ્રેશન વિભાગને ઉપરોકત મુજબનો ગુનો નોંધાયેલ હોય તેવુ જણાય આવતા ઇમીગ્રેશન વિભાગે મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર ખાતે ખરાઇ કરાવતા ઉપરોકત આરોપીને ગુનાના કામે અટક કરવાનો બાકી હોય જેથી ઇમીગ્રેશન વિભાગે સદર આરોપીનો કબ્જો સહાર પોલીસ સ્ટેશન મુંબઇ મહારાષ્ટ્ર ખાતે કબ્જો સોપતા મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર નાઓએ સહાર પોલીસ સ્ટેશન મુંબઇ ખાતે જઇ આરોપીનો કબ્જો મેળવી ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટ કોર્ટ અંધેરી મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ટ્રાન્ઝીસ્ટ (મુસાફરી) વોરંટ મેળવી આરોપીને મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે અટક કરી નામદાર જ્યુ.ફ.ક.મેજીસ્ટ્રેટ સાહેબ પોરબંદર નાઓની કોર્ટમાં રજુ કરતા સદર આરોપીનુ જેલ વોરંટ ભરી આપતા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

પકડાયેલા આરોપી ની વિગત

(૧) સંજય મુરૂભાઇ મોઢવાડીયા ઉ.વ.૪૦ ધંધો- મીકેનીકલ એન્જીનિયર મુળ રહે- રૂમ નંબર ૦૭ મુરલીધર પાર્ક-૦૧ હરી મેડીકલ વાળી ગલી બોખીરા ગામ તા.જી.પોરબંદર હાલ રહે- યામોસુકા, અબીજા, કોર્ટ ડીવોર મીલેનિયર વેસ્ટ આફ્રીકા

સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી

 શ્રી. આર.જે.રામ પોલીસ ઇન્સ્પેકટર મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર
 શ્રી.એ.સી.નિમાવત પોલીસ સબ ઇન્સ્પેકટર મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર
 અ.પો.કો. લાલજીભાઇ ગગાભાઇ બ.ન.૮૨૧ મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ…

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

1 of 43

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *