Crime

જાદર પોલીસ સ્ટેશન વિસ્તાર માથી વગર લાઇસન્સની ગેરકાયદેસર ફુલ્લીદાર એક નાળ બંદુક સાથે એક આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

પો.ઇન્સ. શ્રી ડી.સી.સાકરીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇન્સ. શ્રી આર.જે.જાડેજા, એલ.સી.બી નાઓ તથા એલ.સી.બીના માણસોની ટીમ બનાવી જાદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, આ દરમ્યાન હેકો ભાવિનભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરની બજાજ પલસર મો.સા. નં.જી.જે.૨૭-સી-એલ-૦૭૬૪ ઉપર ચાર માણસો મોટા કોટડાથી ચાંપા તરફ નિકળેલ છે જે મો.સા. ઉપર બેસેલ ઇસમો પૈકી એક ઇસમના હાથમાં બંદુક જેવું હથિયાર છે અને તેઓ મોટા કોટાડથી ચાંપા નોખી જતા રોડ ઉપર આટા ફેરા મારે છે જે હકીકત આધારે ચાંપા ગામેથી મોટા કોટડા તરફ જતા રોડે લખેડા ગામના પાટીયા નજીક આવી સદર બાતમી હકીકત વાળી મો.સા.ની વૉચ તપાસમાં ઉભા હતા તે દરમ્યાન મોટા કોટડા તરફથી એક મોટર સાયકલ આવતુ જણાતાં સદર મોટર સાયકલ ચાલકને બેટરીની લાઇટથી ઇશારો કરી ઉભુ રાખવા જણાવતા મોટર સાયકલ ઉપર પાછળ બેસેલ ત્રણ ઇસમો રાત્રીના અંધારાનો લાભ લઇ નાસી ગયેલ અને મોટર સાયકલ ચાલક ને કોર્ડન કરી બંદુક સાથે પકડી પકડી પાડી તેની પાસે રહેલ હથિયાર જોતાં દેશી બનાવટની ફુલ્લીદાર એક નાળી જુની બંદુક હોય જેથી સદરી ઇસમ મયુદ્દીન સલીમભાઈ ડફેરને સદર બંદૂક પોતાના કબજામાં રાખવા બદલનું લાઇસન્સ તથા વહન કરી લઇ આવવા સબંધે પુછપરછ કરતા પોતાની પાસે નહીં હોવાની કબુલાત કરતા સદરીને આરોપીને પકડી પાડી વિરૂધ્ધ ધી આર્મ્સ એક્ટ ૧૯૫૯ની કલમ ૨૫ (૧-બી)એ, ૨૯ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી જાદર પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ જાદર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.

અહેવાલ દિનેશભાઇ સોનગરા હિંમતનગર..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ…

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

1 of 43

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *