Crime

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજોને લગતાં ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય  ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એચ.બી.ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર, વી.સી.જાડેજા, પી.ડી.ઝાલા તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને વધુમાં વધુ નાસતાં-ફરતાં,પેરોલ જમ્પ થયેલ કેદીઓ તથા પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા માટે સુચના આપેલ.

તા.૦૪/૧૦/૨૦૨૬ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે આણંદ જીલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજોને લગતાં ગુન્હામાં પકડવાના બાકી આરોપી ઇર્શાદભાઇ ઉર્ફે પિન્ટુ ઉર્ફે રાજા ઉર્ફ સરકાર સતારભાઇ શેખ રહે.ફલેટ નં.જી-૧, ચાંદની એપાર્ટમેન્ટ, જુની માણેકવાડી,ભાવનગરવાળો જુની માણેકવાડી,ચાંદની એપાર્ટમેન્ટની સામે રોડ ઉપર ઉભેલ છે. જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના પકડવાના બાકી આરોપી હાજર મળી આવતાં તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.આ અંગેની જાણ આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં કરવા તજવીજ કરવામાં આવી.

પકડવાના બાકી આરોપીઃ-
ઇર્શાદભાઇ ઉર્ફે પિન્ટુ ઉર્ફે રાજા ઉર્ફ સરકાર સતારભાઇ શેખ ઉ.વ.૪૦ ધંધો-ફ્રુટનો વેપાર રહે.મુળ-ફલેટ નં.જી-૧, ચાંદની એપાર્ટમેન્ટ, જુની માણેક વાડી, ભાવનગર હાલ- બ્લોક નં.૧૦૩,નુર એપાર્ટમેન્ટ,ગોકુળ ચોક, જસદણ જી.રાજકોટ

ગુન્હાની વિગત:-
આણંદ જીલ્લો,તારાપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૨૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ- ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧, ૧૧૪ વિગેરે મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એચ.બી.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ. વાઢેર, શ્રી પી.ડી.ઝાલા તથા સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, એજાજખાન પઠાણ, રાહુલભાઇ ધતુરાતર, પ્રજ્ઞેશભાઇ પંડયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 42

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *