bhavnagar

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમાજની એકતા, અખંડિતતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આયોજિત નવરાત્રી મહોત્સવ – 2026 તથા દશેરાના પાવન પર્વ નિમિત્તે સમાજનું ગૌરવ એવા આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીરના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાવનગર કાળીયાબીડ ખાતે આવેલી આહીર સમાજની વાડી/બોર્ડિંગના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ભાવનગર જિલ્લા યુવા આહીર સમાજના પ્રમુખશ્રી નરેનભાઈ સાંગા તથા ભાવનગર શહેર સમસ્ત આહીર સમાજના પ્રમુખશ્રી ઉકાભાઈ ખમળનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ, ભવ્ય અને યાદગાર બનાવવા માટે સમાજના અનેક વડીલો, અગ્રણીઓ, યુવાનો, ટ્રસ્ટી મંડળના સભ્યો તથા સમાજબંધુઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપ્યો હતો. કોઈએ આર્થિક સહયોગ આપ્યો, તો કોઈએ શારીરિક મહેનત, સમય અને માર્ગદર્શન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

આ તમામ સહયોગીઓનો વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમગ્ર આયોજન સમિતિ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

આ પ્રસંગે બંને ભોજનના દાતાશ્રીઓ શ્રી નાજુભાઈ ભેડા (માંગલ ડેવલોપર્સ, ભાવનગર) તથા શ્રી ભીખુભાઇ કામળિયા (શિવશક્તિ કંટ્રકશન- ભગુડાવાળા)નો વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ. તેમના ઉદાર સહયોગ બદલ ટ્રસ્ટ પરિવાર હૃદયપૂર્વક ઋણી છે.

આ ઉપરાંત, ભાવનગર શહેર તથા જિલ્લાના તમામ સમાજબંધુઓ, વડીલો, અગ્રણીઓ, દાતાશ્રીઓ, યુવાનો અને શુભેચ્છકોએ પોતાની શક્તિ અને ક્ષમતા અનુસાર જે સહયોગ આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે.

સમાજની એકતા એ જ આપણી શક્તિ છે અને સમાજનું ઉત્થાન એ જ આપણી જવાબદારી છે. સૌના સહયોગ અને સાથથી ભવિષ્યમાં પણ સમાજલક્ષી, સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન થતું રહે તથા આવો જ પ્રેમ, વિશ્વાસ અને સહયોગ મળતો રહે તેવી આશા રાખીએ છીએ.

અંતમાં, આ સમગ્ર આયોજનને સફળ બનાવનાર દરેક સમાજબંધુનો ફરી એકવાર હૃદયપૂર્વક આભાર .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર,…

ભાવનગર જિલ્લામાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે નવી તક: સિહોર નજીક અમરગઢની કોલેજ ઓફ ફિઝિયોથેરાપીને મળી માન્યતા

ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની મંજૂરીથી આરોગ્ય…

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ,…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *