bhavnagar

પથુભા ગોહિલના મૃત્યુની SIT તપાસની માંગ

ઉમરાળા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજે મામલતદારને આવેદન આપ્યું; રૂ. 1.85 કરોડની ખંડણી અને ખોટા કેસના આક્ષેપોની તપાસ માગી

ઉમરાળા તાલુકાના પીપરાળી ગામના પથુભા મેરુભા ગોહિલના મૃત્યુના પ્રકરણમાં પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે ઉમરાળા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

તેમાં રૂ. 1.85 કરોડની ખંડણી માગવામાં આવી હોવાના આક્ષેપોની નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ છે. આવેદનપત્ર મુજબ, વલ્લભભાઈ મેઘજીભાઈ વિરડીયા, વિશાલભાઈ ધામેલીયા (રાજગઢ) અને અન્ય મળતીયાઓએ કાવતરું રચીને પથુભા વિરુદ્ધ વરતેજ અને ઘોઘા સહિતના પોલીસ મથકોમાં ખોટી ફરિયાદો નોંધાવી હોવાનો પરિવારનો આક્ષેપ છે.

ગંભીર કલમો ખોટી રીતે ઉમેરી તેમને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવાયા હોવાની પણ રજૂઆત કરાઈ છે. પરિવારના આક્ષેપ મુજબ, કોર્ટની મુદતો દરમિયાન, જેલમાં અને પેરોલ પર છૂટ્યા ત્યારે પણ પથુભા તથા તેમના પરિવાર પાસે રૂ. 1 કરોડ 85 લાખની ખંડણી માગવામાં આવતી હતી.

પૈસા નહીં આપે તો જેલમાં મારી નાખવાની અને પરિવારને ખોટા કેસોમાં ફસાવવાની ધમકી અપાઈ હોવાનો પણ આક્ષેપ છે. પરિવારના જણાવ્યા મુજબ, સતત માનસિક તણાવ અને દબાણ વચ્ચે 25 નવેમ્બર 2026ના રોજ ભાવનગર જિલ્લા જેલમાં પથુભા મેરુભા ગોહિલનું મૃત્યુ થયું હતું.

પરિવાર અને સમાજે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં પથુભાના મૃત્યુ માટે જવાબદાર હોવાના આક્ષેપોનો સામનો કરી રહેલા લોકો અને તપાસમાં સામે આવે તેવા અન્ય લોકો સામે ગુનો નોંધવાની માંગ કરાઈ છે.

સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચવા અને ફરિયાદ સત્તાવાર રીતે નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા પણ રજૂઆત કરાઈ છે.

સત્ય બહાર લાવવા સંબંધિત લોકોના કાયદેસરની પ્રક્રિયા મુજબ નાર્કો ટેસ્ટ સહિતની તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. ઉમરાળા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ અને પથુભાના પરિવારજનોએ મામલતદારને આવેદન આપીને ન્યાય તથા જવાબદારો સામે કાર્યવાહી માગી છે.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકો માટે મેજિક અને પપેટ શોનું આયોજન

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકોની…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ: ભાવનગર મંડળના લોકોપાયલટોએ 03 એશિયાઈ સિંહોનો જીવ બચાવ્યો

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા એશિયાઈ સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષાને…

1 of 89

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *