bhavnagar

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ: ભાવનગર મંડળના લોકોપાયલટોએ 03 એશિયાઈ સિંહોનો જીવ બચાવ્યો

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા એશિયાઈ સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સંવેદનશીલ વન્યજીવ વિસ્તારોમાં ટ્રેનોનું સંચાલન અત્યંત સતર્કતા અને નિર્ધારિત ગતિમર્યાદા સાથે કરવામાં આવી રહ્યું છે.

મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇજનેર (ટ્રેક્શન) શ્રી વિજેન્દ્ર કુમાર મીણાના નેતૃત્વમાં લોકોપાયલટોને વન્યજીવ વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા માટે સતત જાગૃત અને માર્ગદર્શિત કરવામાં આવે છે.

આ સતર્કતાનું એક પ્રશંસનીય ઉદાહરણ 20 નવેમ્બર, 2026ના રોજ સામે આવ્યું, જ્યારે પીપાવાવ–સાવરકુંડલા–લીલિયા મોટા રેલખંડ પર ત્રણ એશિયાઈ સિંહો રેલવે ટ્રેક ઓળંગતા જોવા મળ્યા હતા. ટ્રેન નંબર 19256નું સંચાલન કરી રહેલા લોકોપાયલટ શ્રી રાકેશ બી. મારુ (ભાવનગર) અને વરિષ્ઠ સહાયક લોકોપાયલટ શ્રી પ્રકાશ ચંદ મીણાએ કિલોમીટર નંબર 53/8 પાસે ટ્રેક પર સિંહોને જોતાં જ તાત્કાલિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી.

તેમની ત્વરિત કાર્યવાહી અને સતર્કતાને કારણે ત્રણેય એશિયાઈ સિંહો સંભવિત રેલ અકસ્માતનો ભોગ બનતાં બચી ગયા.

ઘટનાની જાણ થતાં જ લોકોપાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતાં જ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર શ્રી રાહુલભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા અને સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કર્યા. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ પેસેન્જર ટ્રેનને સાવચેતીપૂર્વક તેના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી હતી.

ભાવનગર મંડળમાં રેલવે અને વન વિભાગ વચ્ચેના અસરકારક સંકલન તથા લોકોપાયલટોની સતર્કતાના પરિણામે અનેક એશિયાઈ સિંહોને સંભવિત રેલ અકસ્માતોથી બચાવવામાં આવ્યા છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 159, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 129 તથા ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં એપ્રિલ મહિનાથી અત્યાર સુધી 114 એશિયાઈ સિંહોને સંભવિત રેલ અકસ્માતોથી સુરક્ષિત બચાવવામાં આવ્યા છે.

મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્મા તથા અપર મંડળ રેલવે પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓએ લોકોપાયલટોની સતર્કતા, ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા, સંવેદનશીલતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવે, વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને સતત મજબૂત બનાવતાં રેલવે અને વન વિભાગના સંકલિત પ્રયાસો દ્વારા એશિયાઈ સિંહો સહિત અન્ય વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર મંડળના રેલકર્મીએ પ્રામાણિકતાનો પરિચય આપતાં અંદાજે ₹90,000ની કિંમતનું ખોવાયેલું સોનાનું આભૂષણ પરત કર્યું

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મુસાફર સેવા, પ્રામાણિકતા અને માનવીય સંવેદનશીલતાનું…

ઓપરેશન અમાનત અંતર્ગત RPF દ્વારા મહિલા મુસાફરને ₹17,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત સોંપાયો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોનો ખોવાયેલો…

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સુવિધા તથા…

1 of 88

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *