bhavnagar

સિહોરના પાલડીથી પ્રથમ વખત આઈ શ્રી જેતબાઈ માતાજીના દિવ્ય રથનુ પ્રસ્થાન

આહીર સમાજમાં ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો

ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના પાલડી ગામેથી આહીર સમાજના આરાધ્ય કુળદેવી આઈ શ્રી જેતબાઈ માતાજીના સાનિધ્યમાં લાભ પાંચમના પવિત્ર પર્વે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ સર્જાયો. આઈ જેતબાઈમાં ધામ પાલડી ખાતેથી માતાજીના દિવ્ય અને ભવ્ય રથનો પ્રસ્થાન મહોત્સવ યોજાયુ.

આહીર સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત કુળદેવી માતાજીનો પાવન રથ ગામે ગામ અને ભક્તોના ઘર સુધી પહોંચવાનો હોવાથી સમાજ જનોમાં અનેરો ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આહીર સમાજની અતૂટ શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન આઈ શ્રી જેતબાઈ માતાજીના રથ પ્રસ્થાનનો આ પ્રસંગ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ સમાજની એકતા, સંસ્કૃતિ અને કુળદેવી પ્રત્યેની અખંડ ભક્તિનો ઐતિહાસિક અવસર બની રહ્યો.

વર્ષોથી જે કુળદેવી માતાજીના દર્શનાર્થે ભક્તો ધામ ખાતે પહોંચે છે, તે માતાજી હવે દિવ્ય રથના માધ્યમથી પોતાના ભક્તોના ગામ અને ઘર સુધી પધારવાના હોવાથી ભાવિકોમાં આનંદની લાગણી છવાઈ છે. લાભપાંચમના શુભ મુહૂર્તે યોજાયુ આઈ જેતબાઈ માતાજીના ભવ્ય રથ પ્રસ્થાન મહોત્સવમાં આહીર સમાજના ભાઈઓ બહેનો, વડીલો, યુવાનો તેમજ માતાજીના તમામ ભાવિક ભક્તો પરિવાર સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

આ પવિત્ર ધર્મકાર્યમાં સહભાગી બની આઈ જેતબાઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરતા સમાજ જનો પ્રથમ રથ પ્રસ્થાનના ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનયા સમાજજનો સમગ્ર આહીર સમાજ  તા. ૧૪ નવેમ્બરે સવારે ૯ કલાકે જેતબાઈમાં ધામ પાલડી ખાતે ઉમટી પડયા હતા અને કુળદેવી આઈ જેતબાઈ માતાજીના દિવ્ય રથ પ્રસ્થાન મહોત્સવને ભક્તિમય બનાવી દીધો હતો.

લાભ પાંચમના પાવન પર્વે જેતબાઇમાં ધામ ખાતે ભવ્ય અને દિવ્ય રથ પ્રસ્થાન મહોત્સવ : કુળદેવી માતાજીના ગામેગામ અને ઘરેઘરે આગમનના ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા સમાજજનોને જાહેર આમંત્રણ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સુવિધા તથા…

1 of 88

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *