bhavnagar

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેએ પાલીતાણા રેલવે સ્ટેશન તથા પાલીતાણા-ભાવનગર રેલખંડ પર કર્યું વિન્ડો ટ્રેલિંગ દ્વારા સંરક્ષા નિરીક્ષણ

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેએ 19 નવેમ્બરના રોજ ભાવનગર મંડળની મુલાકાત દરમિયાન ભાવનગર સ્થિત MDDTI (મંડળ રેલ પ્રશિક્ષણ સંસ્થા)ની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે પાલીતાણા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને પાલીતાણાથી ભાવનગર સુધીના રેલખંડનું વિન્ડો ટ્રેલિંગ દ્વારા સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે ભાવનગરના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી દિનેશ વર્મા સહિત મંડળના વરિષ્ઠ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર સ્થિત MDDTI તાલીમ સંસ્થાની મુલાકાત દરમિયાન મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે એ તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમને પોતાની ફરજોનું નિર્વહન સંપૂર્ણ સતર્કતા, જવાબદારી તથા સલામતીના નિયમોનું પાલન કરીને કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના પ્રધાન મુખ્ય કાર્મિક અધિકારી (PCPO) શ્રી સહર્ષ બાજપેયી પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે એ રેલવેમાં અગાઉ બનેલી વિવિધ ઘટનાઓનાં ઉદાહરણો આપતાં જણાવ્યું હતું કે ફરજ દરમિયાન થતી નાની સરખી બેદરકારી પણ ગંભીર પરિણામો લાવી શકે છે. તેમણે તાલીમાર્થીઓને આ ઘટનાઓમાંથી બોધપાઠ લેવા, નિર્ધારિત સુરક્ષા પ્રક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરવા તેમજ હંમેશાં સતર્ક રહીને કાર્ય કરવાની સલાહ આપી હતી.

આ પ્રસંગે મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે, PCPO શ્રી સહર્ષ બાજપેયી, ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક (DRM) શ્રી દિનેશ વર્મા તથા અપર મંડળ રેલવે પ્રબંધક (ADRM) શ્રી ઋત્વિક શર્માએ MDDTI પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
ભાવનગર મંડળની મુલાકાત દરમિયાન મહાપ્રબંધકે પાલીતાણા રેલવે સ્ટેશનનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું.

ત્યારબાદ તેમણે પાલીતાણાથી ભાવનગર સુધી વિન્ડો ટ્રેલિંગ દ્વારા રેલખંડનું સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રેલમાર્ગ તથા સંબંધિત રેલવે સંપત્તિઓની સુરક્ષા અને સંરક્ષા સાથે જોડાયેલા વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

મહાપ્રબંધકની આ સંરક્ષા નિરીક્ષણ મુલાકાત દરમિયાન DRM શ્રી દિનેશ વર્મા તથા ભાવનગર મંડળના વરિષ્ઠ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓપરેશન અમાનત અંતર્ગત RPF દ્વારા મહિલા મુસાફરને ₹17,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત સોંપાયો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોનો ખોવાયેલો…

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સુવિધા તથા…

1 of 88

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *