bhavnagar

ધોળામાં ત્રિમંદિરનો દશાબ્દી મહોત્સવ યોજાયો

ધ્વજારોહણ, રક્તદાન શિબિર અને ધર્મસભા સહિતના કાર્યક્રમો યોજાયા

ધોળામાં શ્રી ધનાબાપા ત્રિમંદિરનો દશાબ્દી મહોત્સવ શનિવારે લાભપાંચમના પર્વે યોજાયો. મહોત્સવમાં ધ્વજારોહણ, રક્તદાન શિબિર અને ધર્મસભા સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.

ગોહિલવાડના શ્રી ધનાભગત સ્થાનમાં મહંત શ્રી બાબુરામજી ભગતના નેતૃત્વમાં કાર્યક્રમો યોજાયા. દીપકભાઈ કાકડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા મહોત્સવમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના લોકો હાજર રહ્યા હતા. લવજીબાપુ અને માનસરોવરદાસબાપુ સહિતના સંતોની હાજરીમાં ધર્મસભા યોજાઈ.

ધ્વજારોહણ પ્રસંગે દિનેશભાઈ ભીંગરાડિયા અને ભિખાભાઈ ખૂંટના નિવાસસ્થાનેથી ગંગનાથ મહાદેવના સાનિધ્યમાં શોભાયાત્રા નીકળી. હરેશભાઈ માણિયાના સંચાલનમાં ‘એક ડાળના પંખી’ કાર્યક્રમ રજૂ થયો. રામજીભાઈ ગોયાણી, મનસુખભાઈ ગોયાણી અને ભગવાનભાઈ ગોયાણીએ સંધ્યા આરતી કરી.

કાળુભાઈ ખૂંટ પરિવારના ભિખાભાઈ ખૂંટ, પ્રવિણભાઈ ખૂંટ અને ઘનશ્યામભાઈ ખૂંટે સાંજે ભોજન પ્રસાદનું આયોજન કર્યું હતું. હિંમતભાઈ ભીંગરાડિયા અને રાજેશભાઈ ભીંગરાડિયાના સૌજન્યથી કૃષ્ણલીલા રજૂ થઈ.

મહોત્સવમાં યોજાયેલી રક્તદાન શિબિરમાં ભાવિકો અને સેવકો જોડાયા હતા. મહંત શ્રી બાબુરામ ભગત, ડાયાભાઈ કાકડિયા તથા શ્રી ધનાબાપા સેવા સંસ્થાનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. સંતો, મહંતો, દાતાઓ અને સેવકો હાજર રહ્યા હતા.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સુવિધા તથા…

1 of 88

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *