Helth

સુરતના કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી ‘પલ્સ પોલિયો અભિયાન-૨૦૨૬’નો શુભારંભ કરાવતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

જિલ્લાના તમામ નાગરિકોને સોસાયટી, મહોલ્લામાં સ્થિત પોલિયો રસીકરણ બૂથનો લાભ લઈ પોતાના ૫ વર્ષ સુધીના બાળકોને અચૂક પોલિયોની રસી આપવા અનુરોધ કરતાં રાજ્ય આરોગ્ય મંત્રીશ્રી

મંત્રીશ્રીના હસ્તે બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી સુરત જિલ્લામાં અભિયાનનો પ્રારંભ

અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં ૦-૫ વર્ષ સુધીનાં કુલ ૧,૯૬,૨૨૫ બાળકોને પોલિયો વિરોધી રસી આપવાનો લક્ષ્યાંક

આજે જિલ્લામાં કુલ ૭૭૨ પોલિયો રસીકરણ બુથ કાર્યરત: અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની ૧૫૪ ટીમો અને ૩,૩૭૨ વર્કરો દ્વારા ઘરે ઘરે મુલાકાત દ્વારા રસીકરણ કરાશે

રિપોર્ટર પાયલ ગોરસિયા :સુરત:રવિવાર: આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી નાના બાળકોને પોલિયોની રસી આપી “પલ્સ પોલિયો અભિયાન-૨૦૨૬”નો શુભારંભ કરાવ્યો હતો. પોલિયો મુક્ત સમાજ અને રાષ્ટ્રના સંકલ્પ સાથે સમગ્ર દેશ અને રાજ્યમાં પ્રારંભાયેલા ત્રિ-દિવસીય ‘પોલિયો રસીકરણ અભિયાન’ અંતર્ગત ૦-૫ વર્ષનાં બાળકોને પોલિયો વિરોધી રસી આ૫વામાં આવશે.

આ પ્રસંગે રાજ્ય આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘સબ નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે’(SNID) હેઠળ આજે રાજ્ય સહિત સુરત જિલ્લામાં આખો દિવસ નાના બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે. મંત્રીશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના સોસાયટી, મહોલ્લા સહિત વિવિધ જગ્યાએ સ્થિત પોલિયો રસીકરણ બૂથનો લાભ લઈ પોતાના ૫ વર્ષ સુધીના બાળકોને અચૂક પોલિયોની રસી આપવા અનુરોધ કર્યો હતો.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશભરમાં ચાલતા આ અભિયાનને કારણે વર્ષ ૨૦૦૭ પછી પોલિયોનો એક ૫ણ કેસ નોંધાયો નથી. તે જ રીતે રાજયભરમાં બાળકોની સલામતી માટે અને ૧૧ ગંભીર રોગથી રક્ષણ આ૫વા માટે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. દેશમાંથી પોલિયોના આ ભયંકર અને યાતનાદાયક રોગની નાબૂદી થઈ ચૂકી છે, તેમ છતાં ભવિષ્યમાં પણ દેશનો કોઈ બાળક કે નાગરિક આ રોગનો ભોગ ન બને તે માટે સરકાર દ્વારા અત્યંત ગંભીરતાપૂર્વક તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં આ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એમ જણાવી રાજ્યનો એક પણ બાળક આ રસીકરણથી વંચિત ન રહે તેવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ, સુરત  જિલ્લામાં તા.૨૨,૨૩ અને ૨૪ના ત્રિ-દિવસીય અભિયાનને સફળ બનાવવા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અભિયાનના પ્રથમ દિવસે જિલ્લામાં કુલ ૭૭૨ પોલિયો રસીકરણ બુથ કાર્યરત કરવામાં આવ્યા છે. તેમજ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની ૧૫૪ ટીમો અને ૩,૩૭૨ વર્કરો દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈને રસીકરણથી બાકી રહી ગયેલાં બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં જન્મથી પાંચ વર્ષ સુધીનાં કુલ ૧,૯૬,૨૨૫ બાળકોને પોલિયો વિરોધી રસી આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકરોના સંકલિત પ્રયાસો દ્વારા જિલ્લાના એકપણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા અને તાલુકાના આરોગ્ય અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યો, કામરેજના THO, કામરેજ CHCના સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ ઓફિસર અને સ્ટાફ સહિત તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

સિવિલ હોસ્પિટલના નિર્માણની ચાલી રહેલી કામગીરીની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ…

1 of 11

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *