bhavnagar

ઓપરેશન અમાનત અંતર્ગત ભાવનગર મંડળ RPF દ્વારા મુસાફરનો છૂટી ગયેલો ટ્રોલી બેગ સુરક્ષિત પરત કરાયો

ગાંધીગ્રામ સ્ટેશન પર આશરે ₹40,000ની કિંમતનો સામાન મુસાફરના સગાને હેમખેમ સોંપવામાં આવ્યો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોની સુરક્ષા અને સહાયતા સાથે તેમના સામાનની સુરક્ષા માટે સતત સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં ઓપરેશન અમાનત અંતર્ગત RPF ગાંધીગ્રામે એક મુસાફરનો ટ્રેનમાં છૂટી ગયેલો ટ્રોલી બેગ સુરક્ષિત પરત કરીને ઈમાનદારી, સતર્કતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, 02 નવેમ્બર, 2026ના રોજ ગાંધીગ્રામ સ્ટેશન પર પ્લેટફોર્મ ડ્યુટીમાં તૈનાત કોન્સ્ટેબલ શ્રી માતમભાઈને ટ્રેન નંબર 22547 (આગરા કેન્ટ–ગાંધીગ્રામ)ના આગમન બાદ કોચ લોકિંગ દરમિયાન વાદળી રંગનો એક ટ્રોલી બેગ મળી આવ્યો હતો. તેમણે ત્વરિત કાર્યવાહી કરતાં ઓન-ડ્યુટી સફાઈ કર્મચારીના સહયોગથી બેગને ગાંધીગ્રામના સ્ટેશન માસ્ટર કાર્યાલયમાં સુરક્ષિત જમા કરાવ્યો હતો. બેગમાં નવી સાડીઓ અને મહિલાઓનાં વસ્ત્રો હતાં.

ત્યારબાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુસાફર દ્વારા કરવામાં આવેલી વિનંતી મારફતે RPF ગાંધીગ્રામને ઉપરોક્ત સામાન અંગે જાણકારી મળી હતી. મુસાફર શ્રી આસિફ ખૂબ મિયા સૈયદ, ઉંમર 52 વર્ષ, રહેવાસી પાલનપુરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે જયપુરથી પાલનપુરની મુસાફરી કરી રહ્યા હતા. સામાન વધુ હોવાને કારણે તેમનો એક ટ્રોલી બેગ ટ્રેનના S-5 કોચમાં છૂટી ગયો હતો, જેમાં લગ્ન સમારોહ સંબંધિત કન્યાની મોંઘી નવી સાડીઓ અને ડ્રેસ રાખવામાં આવ્યા હતા.

RPF દ્વારા વીડિયો કોલ મારફતે મુસાફર પાસેથી સામાનની ઓળખની પુષ્ટિ કરવામાં આવી હતી. મુસાફરની વિનંતી પર તેમના ભત્રીજા શ્રી સૈયદ ખુર્શીદને બેગ લેવા માટે ગાંધીગ્રામ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા. 03 નવેમ્બર, 2026ના રોજ ASI શ્રી સંતોષ કુમારે જરૂરી તપાસ અને ઓળખની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આશરે ₹40,000ની કિંમતનો આ ટ્રોલી બેગ તેમના ભત્રીજાને સુરક્ષિત રીતે સોંપ્યો હતો. સામાન સુરક્ષિત પરત મળતાં મુસાફરે RPF ગાંધીગ્રામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સરાહનીય કામગીરીમાં કોન્સ્ટેબલ શ્રી માતમભાઈની વિશેષ ભૂમિકા રહી હતી.

આ માનવીય અને સરાહનીય કામગીરીની પ્રશંસા કરતાં ભાવનગરના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ RPF કર્મચારીઓની સતર્કતા, ત્વરિત કાર્યવાહી અને સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી. મંડળ સુરક્ષા આયુક્ત, ભાવનગર, શ્રી અજય શર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળ RPF મુસાફરોની સહાયતા અને તેમના સામાનની સુરક્ષા માટે સતત કાર્યરત છે. ભાવનગર મંડળ મુસાફરોને સુરક્ષિત અને સુખદ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાની સાથે તેમની સહાયતા, સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે હંમેશાં પ્રતિબદ્ધ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમાજની એકતા, અખંડિતતા અને…

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર,…

1 of 87

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *