bhavnagar

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ

વોર્ડ નંબર ૧થી ૬માં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ખોરવાતા સભ્યોએ પ્રમુખ સમક્ષ કરી ઉગ્ર રજૂઆત

વલભીપુર તા.3

વલભીપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૧થી ૬માં કચરો એકત્રિત કરવા માટેની ટેમ્પોવાન સમયસર આવતી ન હોવાની ફરિયાદો ઉઠતા નગરસેવકોએ પ્રમુખ ગોહિલ ધરમબાને ઉગ્ર રજૂઆત કરી હતી.
નગરપાલિકાના પ્રમુખ ગોહિલ ધરમબાના પ્રતિનિધિ તરીકે કચેરીમાં આવીને વહીવટ કરતા વિજયસિંહ ગોહિલ સમક્ષ પણ નગરસેવકોએ પોતાની રજૂઆતો કરી હતી. આ દરમિયાન સભ્યોએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે પત્ની જવાબદારી સંભાળી રહ્યાં છે, ત્યારે તેમના પતિ દ્વારા વહીવટી કામગીરીમાં દખલગીરી કરવાની શું જરૂર છે?

નગરસેવકોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૧થી ૬ના નગરજનો સવારથી સાંજ સુધીમાં અનેક વખત ફોન કરીને કચરાની ગાડી સમયસર આવતી ન હોવાની ફરિયાદો કરી રહ્યા છે. જેના કારણે સોસાયટીઓ અને રહેણાક વિસ્તારોમાં કચરાના ઢગલા જમા થઈ રહ્યા છે અને દુર્ગંધથી લોકો પરેશાન થઈ રહ્યા છે.

વોર્ડ નંબર ૫ના નગરસેવક તેમજ સફાઈ સમિતિના ચેરમેન ભાર્ગવ મહેતાને પણ આ સમસ્યાની જાણ છે કે નહીં તેવો સવાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે. જો સફાઈ સમિતિના ચેરમેનને જ આવી ગંભીર સમસ્યાનો ખ્યાલ ન આવતો હોય તો પછી સફાઈ વ્યવસ્થાની જવાબદારી કોણ નિભાવી રહ્યું છે?

આજે નગરપાલિકા ખાતે વોર્ડ નંબર ૫ના ભોરણીયા, નીતિનભાઈ, ભરતભાઈ કામ્બડ, સોલંકી દીપકભાઈ, પરમાર ભરતભાઈ, હિરેનભાઈ ગોસાઈ અને ગોહિલ ચતુરસિંહ સહિતના સભ્યોએ પ્રમુખ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

હવે દિવાળી પર સુરત, અમદાવાદ, મુંબઈ સહિતનાં શહેરોમાં વસવાટ કરતા વલભીપુરના સર્વ સમાજના લોકો પોતાના વતન પરત ફરવાના છે. આવા સમયે જો નગરપાલિકા દ્વારા સમયસર કચરો ઉપાડવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો નગરજનો, વેપારીઓ અને વતન આવતા મહેમાનોને ભારે હાલાકી ભોગવવી પડશે.

નગરસેવકોનું કહેવું છે કે વતન પરત ફરતા લોકોને જો શહેરમાં ગંદકી અને અવ્યવસ્થાનો સામનો કરવો પડશે તો તેઓ નગરપાલિકાની કામગીરીથી નારાજ થઈને જશે. હવે સવાલ એ છે કે શું વલભીપુર નગરપાલિકાનું તંત્ર દિવાળી પહેલાં સફાઈ વ્યવસ્થા સુધારશે? કે પછી ભાજપના જ નગરસેવકોની રજૂઆત પણ કચેરીના ટેબલ સુધી જ સીમિત રહી જશે?

રિપોર્ટર: ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમાજની એકતા, અખંડિતતા અને…

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર,…

ભાવનગર જિલ્લામાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે નવી તક: સિહોર નજીક અમરગઢની કોલેજ ઓફ ફિઝિયોથેરાપીને મળી માન્યતા

ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની મંજૂરીથી આરોગ્ય…

1 of 87

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *