શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ આવેલી છે જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ટેબલેટ ના પગલે દાંતા એનએસયુઆઈ પ્રમુખ સહિત વિદ્યાર્થીઓએ ટેબલેટને પગલે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
2019 મા વિદ્યાર્થીઓ પાસે 1 હજાર રૂપિયા લેવામા આવ્યા હતા અને 3 વર્ષ બાદ પણ વિદ્યાર્થીઓને ટેબલેટ અપાયા નથી. આજે છેલ્લા વર્ષનુ પેપર પુર્ણ થઈ ગયું પણહજુ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. જે અંતર્ગત આજે અંબાજી ખાતે વિદ્યાર્થીઓને ઝડપી ટેબ્લેટ મળે એ માટે દાંતા તેમજ બનાસકાંઠા NSUI દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર રજુઆત કરવામાં આવી. આ પ્રસંગે દાંતા તાલુકા પ્રમુખશ્રી ભવાનીસિંહ રાઠોડની આગેવાનીમા કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી