Breaking NewsLatest

વલ્લભીપુર માં સશસ્ત્ર સીમા બલ ના જવાન વતન પરત આવતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ નું આજે આયોજન :

ભવ્યાતિભવ્ય જવાન વિશાલભાઈ નો આજે સ્વાગત કાર્યકર્મ : વલભીપુર વાસીઓ મોટી સંખ્યા માં જોડાશે :

વલ્લભીપુર શહેર ના રાજકીય તથા સામાજિક આગેવાન મનજીભાઈ પ્રેમજીભાઇ સાગઠીયા ના પુત્ર અને ખુબ જાગૃત અને યુવા ઓ ના પ્રેરણા દાયક યુવાન  એવા વિશાલ મનજીભાઈ સાગઠીયા જેઓં ને ભારત સરકાર ના સશસ્ત્ર સીમા બલ માં ભરતી થવા પામેલ હતા તેઓ એક વર્ષ થી વધુ સમય શિમલા ખાતે ટ્રેનીગ પૂર્ણ કરેલ જેને લઇ તાલીમ પૂર્ણ કરી ને વતન  વલ્લભીપુર પરત આજે આવી રહયા હોય ત્યારે વિશાલ મનજીભાઈ સાગઠીયા  નું વલ્લભીપુર વાસીઓ ભવ્યાતિભવ્ય સ્વાગત કાર્યક્રમ રાખેલ છે.જે તા:૦૭/૦૫/૨૨ ને શનિવાર ના રોજ સાંજે ૦૫ કલાકે  ઠક્કરબાપા છાત્રાલય વલ્લભીપુર થી મેઈન બજાર માં થઇ ડો.બાબા સાહેબ આંબેડકરજી ચોક તેમના નિવાસસ્થાન સુધી ડી.જે. સાથે વલ્લભીપુર ના તમામ રાજકીય પક્ષ ના આગેવાનો તથા કાર્યકરો ,સામાજિક સંસ્થા ના આગેવાનો ,વલ્લભીપુર ના લોકો વિશાળ સંખ્યા માં લોકો સ્વાગત કાર્યક્રમ ના જોડાશે .તેમજ વિશાલભાઈ રોહિત જ્ઞાતિ નું તથા સાગઠીયા પરિવાર નું ગૌરવ વધારેલ હોય વિશાલભાઈ સાયન્સ માં અભ્યાસ કરી અને ખુબ આર્થીકપરીસ્થિતિ નો સામનો કરી અવીરથ કાર્યરત રહી હિમત હાર્યા વગર સતત સઘર્ષ કરી ને દેશ ની સેવા માટે ભરતી થયા જેમાં થી હાલ યુવાનો એ વિશાલભાઈ માંથી પ્રેરણા લેવી જોઈએ .તેમજ વિશાલભાઈ ના પિતા મનજીભાઈ પ્રેમજીભાઇ સાગઠીયા જે વૃક્ષ પ્રેમી અને પક્ષી પ્રેમી હોય સેવાકીય કાર્ય હંમેશા કરતા હોય તેમજ તેમના માતા કંકુબેન મનજીભાઈ સાગઠીયા જેઓ હાલ વલ્લભીપુર નગરપાલિકા માં નગરસેવિકા તરીખે સેવા કાર્ય કરી રહયા છે.

અહેવાલ
ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *