કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી. ના સહયોગથી અરવલ્લી જીલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝ્રરની ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે,
તારીખ:- ૦૮.૦૫.૨૦૨૨ – સેન્ટ ઝેવિયર્સ વિધાલય,ભિલોડા ૦૯.૦૫.૨૦૨૨ –પી.જી.મહેતા હાઇસ્કૂલ માલપુર ૧૦.૦૫.૨૦૨૨ – પી.સી.એન હાઇસ્કૂલ, મેઘરજ ૧૧.૦૫.૨૦૨૨ – એન.એચ. શાહ હાઇસ્કૂલ, બાયડ ૧૨.૦૫.૨૦૨૨- સી .જી બુટાલા હાઇસ્કૂલ , મોડાસા ૧૩.૦૫.૨૦૨૨ – જે.એસ.મહેતા હાઇસ્કૂલ, ધનસુરા ૧૪.૦૫.૨૦૨૨ આર્ય જ્યોતિ વિધાલય, શામળાજીના રોજ શિબિર નુ આયોજન કરેલ છે. જેનો સમય સવારે ૧૦.૦૦ થી બપોરના ૧૬,૦૦ કલાક સુધી રાખેલ છે ઉમેદવારની ઉમર ૨૧ થી ૩૬વર્ષ, શૈક્ષણિક લાયકાત ૧૦પાસ/ નાપાસ, ઊચાઇ ૧૬૮ સે.મી, વજન ૫૬ કિ.લો, છાતી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધાજ ડોકયુમેંટની જેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈજ ના ફોટા,આધારકાર્ડ, બૉલપેન સાથે રાખવાનું રહેશે,પાસ થનાર ઉમેદવાર ભરતી સથળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પાસ થયેલ ઉમેદવારોને રીજનલ ટ્રેનીગ સેન્ટર માણસા ,જિ.ગાંધીનગરનગર) ટ્રેનિંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી. માં કાયમી નિયુક્ત ૬૫ ર્ષ સુધી ગુજરાત મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔધ્યોગિકક્ષેત્ર,બૅન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે સુરક્ષા જવાન ની સેલરી રૂ.-૧૨,૦૦૦ થી રૂ,૧૫,૦૦૦ સુરક્ષા સુપરવાઈજર માટે રૂ|. ૧૫,૦૦૦/- થી ૧૮,૦૦૦, અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો. પ્રોમોશન, પી. એફ., ઇ. એસ. આઈ., ગ્રેસ્યુઈટી , મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા આપવામાં આવશે,કોરોના મહામારીમાં દરેક ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું તથા માસ્ક અવશ્ય પહેરવું ફરજિયાત છે જે ઉમેદવારો એમ એસ. એસ. સી. આઇ. રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસાના ભરતી અધિકારી શ્રી મૃત્યુંજય કુમારની એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે