કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મેઘરજ તાલુકાના રહીશ ડી.પી. અસારીએ બત્તડ,અલાઉદ્દીન ખીલજીની મોડાસાનો ઇતિહાસ એ નવલકથાનું વિમોચન કરવામાં આવતા સમાજના સૌ ઉપસ્થિત સંતો-મહંતો અને આગેવાનોએ લેખક ડી.પી.અસારી ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. લેખક ડી. પી.અસારીએ સાહિત્ય ક્ષેત્રે ધર્મગ્રંથો, ઐતિહાસિક ગ્રંથો અને સંશોધનાત્મક ગ્રંથો સહિત કુલ ૧૪ જેટલા ગ્રંથનું લેખન કર્યું છે.તે પૈકી આજે વિમોચન થયેલા બત્તડ ભીલ નવલકથામાં એક ભીલ નરવીર ના યુદ્ધ,બલિદાન અને આખરે વીરગતિને પ્રાપ્ત કરી અને અમર બની જતા સત્ય ઘટનાનું વર્ણન છે. આદિવાસી સમાજમાં ચૌદ ઉપરાંતના ગ્રંથ લખવાનું શ્રેય લેખકને આપી શકાય.સમાજના શ્રેષ્ઠીઓ એ લેખકનું સન્માન પણ કર્યું.