ભાવનગર અને બોટાદ જિલ્લા શહેર તેમજ જિલ્લાનાં ગામડાઓ માં ૧૦ રૂપિયા ના સિક્કા ઓ કોઈ સ્વીકારતું નથી, આવું કદાચ અન્ય જિલ્લા માં પણ હશે. આવી સ્થિતિ વચ્ચે ભારત સરકાર દ્વારા અધિકૃત ચલણી ૧૦ રૂપિયાના સિક્કા નહિ સ્વીકારવા પાછળ ગ્રાહકો અને દુકાનદારો ની પરસ્પર ભૂમિકા રહેલી છે. જો કોઈ દુકાનદાર ૧૦ રૂપિયાના સિક્કા લેવા તૈયાર હોય તો પણ ગ્રાહકો તૈયાર થતા નથી, ઘણી વખત અન્ય જિલ્લા ના પ્રવાસ દરમિયાન ૧૦ રૂપિયાના સિક્કા ને દુકાનદાર દ્વારા અપાવામાં આવે છે ત્યારે ગ્રાહકો જ એ સિક્કા લેવાની ના પાડે છે અને જો કોઈ ગ્રાહક ૧૦ રૂપિયાનો સિક્કો લઈ લે છે તો તે પોતાના ગામ કે શહેર માં સ્વીકારવા તૈયાર હોતા નથી.પાન નાં ગલ્લા પર, શાકભાજી, બેકરી, પેટ્રોલ પમ્પ પર , ખાનગી વાહન માં મુસાફરી દરમ્યાન ભાડા પેટે, તેમજ કારીયાણા ની દુકાન પર નાનીમોટી ચીજ વસ્તુઓ લેવા જતા કે સ્ટેશનરી ની દુકાન પર ઝેરોક્ષ કરાવવા માટે જ્યારે ગ્રાહક ૧૦ રૂપિયા નો સિક્કો આપે ત્યારે દુકાનદાર ના પાડે તો ગ્રાહકે ૫૦ કે ૧૦૦ રૂપિયાની નોટ આપે ત્યારે બાકી નીકળતા છુટ્ટા પૈસા ન હોવાને કારણે ગ્રાહકો ને ચીજ વસ્તુ મળતી નથી અથવા તો જરૂરી કામ થતું નથી.સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ચલણ ને સ્વીકારમાં ન આવે તો સામે આઈ.પી.સી કલમ ૧૨૪/એ મુજબ રાજદ્રોહનો ગુનો પણ બને છે ત્યારે ૧૦ રૂપિયા ના સિક્કા ને નહિ સ્વીકારવાની જે કંઇ ગેર સમજણ છે તે દૂર થાય તે માટે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ગેર સમજણ દૂર થાય અને પરસ્પર વ્યાપાર વ્યવહાર પણ સરળતાથી થઈ શકે તે માટે ૧૦ રૂપિયા ના સિક્કા ને સ્વીકારવા માટે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી અખબારો માં પ્રસિદ્ધ કરવા ભાવનગર અને બોટાદનાં કલેક્ટરશ્રીઓ અને નાણાં મંત્રી સમક્ષ પાટણા (ભાલ) ગામનાં અને ભાજપા ના સક્રિય કાર્યકર ભાવેશભાઈ ગાબાણી એ રજુઆત કરી છે.
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર