પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ ઇન્સ.શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ગઇ તા.૧૮/૦૫/૨૦૨૨નાં રોજ પી.આર.સરવૈયા પો.સબ ઇન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને બાતમીરાહે હકિકત મળેલ કે, વર્ષ-૨૦૧૮ની સાલમાં ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ કંપની સીલપેક બોટલ નંગ-૬૫,૭૬૦ તથા બીયર ટીન-૨૧૬ તથા અન્ય મળી કુલ રૂ.૯૩,૯૫,૨૦૦/-નાં મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.જે ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી કૈલાશદાન પીરદાન રાવ રહે.સી/૧૬,શુભદર્શન એપાર્ટમેન્ટ,પ્રેરણા તીર્થ દેરાસર પાસે,જોધપુર ટેકરા,સેટેલાઇટ, અમદાવાદ વાળો હેલ્થ વન હોસ્પીટલ,અમદાવાદ ખાતે તેનાં કોઇ સગાંની સારવારમાં હાજર હોય છે. જે બાતમી આધારે અમદાવાદ ખાતે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને મોકલી આપેલ.જે નાસતાં-ફરતાં આરોપી અંગે તપાસ કરતાં આરોપી કૈલાશદાન પીરદાન રાવ ઉ.વ.૪૧ ધંધો-ડ્રાયવીંગ રહે.સી/૧૬,શુભદર્શન એપાર્ટમેન્ટ, પ્રેરણા તીર્થ દેરાસર પાસે,જોધપુર ટેકરા, સેટેલાઇટ,અમદાવાદ હાલ-૨૧,અનમોલ રેસીડન્સી,માધુપુરા રોડ,પાલનપુર મુળ-કેરીયા તા.ચીતલવાના જી.ઝાલૌર જી.રાજસ્થાનવાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
આ નાસતાં-ફરતાં આરોપીને પાટણ જિલ્લામાં છેલ્લાં ૧૪ વર્ષથી, મોરબીમાં છેલ્લાં ૧૧ વર્ષથી તથા જામનગરમાં છેલ્લાં ૧૦ વર્ષથી પકડવાનો બાકી હતો.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા,પો.હેડ કોન્સ. હરેશભાઇ ઉલ્વા,જયદાનભાઇ લાંગાવદરા, પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા, ટેકનીકલ સેલનાં પો.હેડ કોન્સ. હરપાલસિંહ ગોહિલ તથા ડ્રાયવર પરેશભાઇ પટેલ