ભાવનગર શહેરમાં શિવાલિક આરોગ્યધામનો શુભારંભ કર્યોને હજી પાંચ મહિના થયા છે પરંતુ અનેક વિધ યોજનાઓ થકો ખરા અર્થમાં સેવાનું આરોગ્યધામ બન્યું છે સેવાની સુવાસ ટૂંક સમયમાં ઉત્તમ શ્રેષ્ઠ સારવાર અને સસ્તાદરથી ભાવનગર બોટાદ જીલ્લામાં ધરે ધરે સેવાનો સુવાસ પહોંચી છે ગર્ભ સંસ્કારની પરંપરાને જીવંત રાખવા શિવાલિક આરોગ્ય ધામે આ ઍક નવી શરૂવાત કરી આપણી સંસ્કૃતિને મજબૂત કરવાનું કામ કર્યું છે ગર્ભ સંસ્કાર શા માટે જરૂરી છે ગર્ભમાં રહેલું બાળક એક માસનો ટુકડો નહીં,પરંતુ જીવતો જાગતો જીલ્લો છે આવામાં બનવા વાળા
માતા-પિતા બંનેની એ ફરજ બને છે કે,તે શાંત અને દિવ્ય વાતા વરણમાં રહે જેનાથી તેના બાળક ઉપર તેનો સારો પ્રભાવ પડે છે ગર્ભસ્થ બાળક પોતાની આસપાસ થનારી બધીજ ઘટનાઓને અનુભવી શકે છે અને તેનાથી પ્રભાવિત પણ થાય છે સાથે સાથે તે આવી બધી ઘટના પરથી પ્રતિક્રિયા પણ આપે છે જેમ કે,જો કોઈ ગર્ભવતી સ્ત્રીની આજુબાજુમાં ઝગડો થાય અને, જોર જોર થી ચીસો પાડતા હોય તો ગર્ભમાં રહેલું બાળક આ બધા આવજો થી ડરી જાય છે અને ધ્રૂજારી જેવી અસર આપે છે
ગર્ભવતી સ્ત્રીને એવા વતાવારણ માં રહેવું જોઈએ,જ્યાં તે અને તેનું આવનારું બાળક,બંને આ
બિનજરૂરી ઘટનાઓ અને વાતાવરણ થી દૂર રહીને ખુશ રહે પિતા તો ગર્ભધારણમાં ફકત સહયોગ આપે છે,પરંતુ માતા પોતાના લોહીના કણો થી તે બીજને જીવનું રૂપ આપે છે બાળકનું ઍક ઍક કણ માતા સાથે જોડાયેલું હોય છે એવામાં માતાની ભૂમિકા ગર્ભ સંસ્કારમાં પિતાથી પણ વધારે મહત્વની હોય છે ગર્ભમાં બાળક જયારે આકાર લેતું હોય છે ત્યારે તેના કોમલ શરીર,મન અને આત્માને જાગૃતાપુર્વક શારીરિક,માનસિક સવેન્દનાત્મક વિકાસ માટે પ્રેરવા એજ ગર્ભ સંસ્કાર,ગર્ભ સંસ્કાર વિશે સમજાવવામાં આવે તો તેનો અર્થ થાય કે,બાળક જયારે ગર્ભમાં હોય ત્યારથી જ સંસ્કાર આપવામાં આવે છે તેથી તે સમાજમાં પોતાની આદર્શ ઓળખાણ ઉભી કરી શકે ઘણા લોકોને એવા પ્રશ્ન થાય છે કે, ગર્ભથી કેવિ રીતે બોળકને સંસ્કાર આપવામાં આવે છે તો તમને જણાવી દઈએ કે,આ વાતો ફક્ત ધાર્મિક રૂપ થી જ નહિ,પરંતુ વેજ્ઞાનિક રૂપ થી પણ સાચી સાબિત થઈ છે કે,ગર્ભમાં રહેલુ બાળક કોઈ ચૈતન્ય જીવની જેમ જ વ્યવહાર કરે છે તે સાંભળે પણ છે,અને સાથે સાથે ગ્રહણ પણ કરે છે ગર્ભ સંસ્કારની વિધિ ગર્ભ ધારણ પહેલા જ શરૂ થઈ જાય છે ગર્ભ સંસ્કારમાં ગર્ભવતી મહિલાની દીનચર્યા,તનો આહાર, ધ્યાન,ગર્ભસ્થ બાળકનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ જેવી બધી બાબતોનો વર્ણન કરવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા બહેનોને પોતાના ઘરેથી આવવા અને જવા માટે હોસ્પીટલે બસોની વ્યવસ્થા કરી હતી બસમાં જ ઠંડુંપાંણી મળીરહે તેમજ લીંબુ શરબતની વ્યવસ્થા કરી હતી
ત્યારબાદ કાર્યકર્મના અંતે ભોજનની પણ વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી આ કર્યક્રમમાં મુખ્ય વક્તા માયાભાઈ આહીર[ આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર ]ડો.પ્રવીણભાઈ બલદાણીયા [સદભાવના હોસ્પિટલ કળસાર ] તેમજ વૈધ ડો.મહેન્દ્રસિંહ સરવૈયા,વીરેન્દ્ર વી.વૈષ્ણવ, આશિષ ભાલાણી તેમજ પૂર્વ મેયર મેહુલ વડોદરીયા, હેમરાજસિંહ ચુડાસમા તથા હાજર રહ્યા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા