કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રાજ્ય સરકાર ના આદેશ થી બિનખેતી મા બાંધકામ ની મુદત ૩ વર્સ મા પુર્ણ કરવા ની શરત નિકળી જતા સેંકડો સપ્તભંગ ના કેશ માથી છુટકારો મળેલ છે
ગુજરાત સરકાર ધ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરી રાજ્ય ના તમામ કલેક્ટરો ને પરિપત્ર પાઠવી તાત્કાલિક અમલ કરવા જણાવેલ છે સાથે સાથે રાજ્ય મા ચાલતા અનેક શરતભંગ ના કેશ ફાઈલ થઈ જશે
ક્રેડાઈ અરવલ્લી ના પ્રમુખ કમલેશ પટેલ જોડે થયેલ ટેલીફોનીક ટોક મુજબ અગાઊ આ કાયદા મુજબ કોઈપણ મકાન ધારક પ્લોટ ખરીદે એટલે એમણે બિનખેતી થયેલ તારીખ થી ત્રણ વર્સ મા બાંધકામ પુર્ણ કરી દેવું પડે જો ત્રણ વર્સ થી ઊપર ની મુદત થઈ ગઈ હોય તેવા કિસ્સા મા મહેરબાન કલેક્ટર સાહેબ ને રીવાઈઝ બિનખેતી માટે અરજી કરવાની થાય છે જેમા ઓછામા ઓછા ૧૦ પટ અને વધુ મા વધુ ૪૦ પટ સુધી ની દંડ ની રકમ લઈ રીવાઈઝ બિનખેતી નો હુકમ મળે છે અને તેમા એક થી બે માસ નો સમય લાગતો હતો
રાજ્ય સરકારશ્રી ધ્વારા પ્રજાલક્ષી નિર્ણય લઈ ગુજરાત ની પ્રજા ને ચોક્કસ રાહત મલી છે પણ સાથે સાથે સરકાર ની તીજોરી ને પણ આવક મા ગટાડો થશે
આજે મોડાસા ખાતે બિલ્ડર્સ એશોશીયેશન ક્રેડાઈ અરવલ્લી ધ્વારા નિકુલ પટેલ અને શહેર ના અગ્રણી અને નામાંકિત બિલ્ડર્સ ધ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વંહેચી ગુજરાત સરકાર અને મહેસુલ વિભાગ ને અભીનંદન પાઠવેલ છે