વિશ્વ વિખ્યાત ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે ફ્રાન્સના કાન્સમાં યોજાય છે. આ કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી એક્ટ્રેસ-એક્ટરો લાઇનમાં ઉભા હોય છે. આ દરમ્યાન મુળ કચ્છની ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને કાન્સમાં જવાની તક મળી. એટલું જ નહીં તેને કાન્સ ફેસ્ટિવલ રેડ કાર્પેટ પર ચાલવાનો મોકો પણ મળ્યો. આ તક લાખોમાં એક ગણવામાં આવે છે. કારણ કે દુનિયાભરની ઘણી ભાષાઓ ની હિરોઈન માંથી માત્ર પસંદ કરેલી અભિનેત્રીઓને જ ત્યાં પહોંચવાનો મોકો મળે છે.
સૌથી સારી વાત એ છે કે કોમલ ઠક્કરએ આયોજકોને કહ્યું કે હું હિન્દી ફિલ્મો માં પણ કામ કરી ચુકી છું, પરંતુ જો હું વૉક કરીશ તો હું ગુજરાતી અભિનેત્રી તરીકે વૉક કરીશ, કાન્સના આયોજકો સંમત થયા.
ગુજરાત માટે આ અવસર બહુ મોટી સિદ્ધિ ગણાય છે.
આ સીધ્ધી બાદ આજે કોમલ ઠક્કરે ગુજરાત વિધાનસભા ના માનનીય અધ્યક્ષશ્રી અને કચ્છના ધારાસભ્ય આદરણીય શ્રીમતી ડો. નીમાબેન આચાર્ય , તથા રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી ની ની રૂબરૂ શુભેચ્છા મુલાકાત લઇ તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અધ્યક્ષશ્રી તથા શિક્ષણ મંત્રીશ્રી એ પણ કચ્છ અને ગુજરાત નું ગૌરવ વધારવા બદલ કોમલ ઠક્કર ને અભિનંદન પાઠવ્યા હતા..