કપિલ પટેલ દ્વારાઅરવલ્લી
ભવ્યા ફાઉન્ડેશન અને ભવ્યા ઇન્ટરનેશનલ દ્રારા આયોજિત આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલન અખિલ ભારતીય ખંડેવાલ વૈશ્ય મહાસભા ઓડિટરિયમ ગુલાબી નગરી જયપુર રાજસ્થાન માં તા ૧૯ જૂન ના રોજ રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં દેશ ના વિવિધ રાજ્યો માંથી વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કાર્ય કરનાર ને આ એવોર્ડ થી સન્માનવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ યુકે થી ડૉ.પરીન સોમાની હાજર રહ્યા હતા ત્યારે અરવલ્લી જિલ્લા ની ધનસુરા તાલુકાની કેનપુરકંપા શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલ કે જેઓ બાળકો અને શાળાના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહે છે અને તેઓના આ કાર્ય થી આજે શાળાએ રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે. તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.ભાવનાબેન એ જણાવ્યું હતું કે ભવ્યા ફાઉન્ડેશન દ્રારા રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ ૨૦૨૨ થી સન્માનિત થતાં આનંદ ની અનુભૂતિ અનુભવાય છે. અને આ સન્માન ના સાચા હકદાર મારો શાળા પરિવાર અને મારાં નાના ભૂલકાઓ છે આ સન્માન તેમને અર્પણ કરતાં આનંદ અનુભવું છું.