Latest

સાબરકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ૭૨૭૯ બાળકોનું નામાંકન કરાયું

જિલ્લાના ૨૫૨૨ ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ અપાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

   સમગ્ર રાજયમાં ૧૭માં તબક્કાનો ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લામાંથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ પ્રવેશોત્સવના પ્રથમ દિવસે પ્રાથમિક શાળાના ૭૨૭૯ બાળકો અને આંગણવાડીના ૨૫૨૨ ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લામાં પ્રથમ દિવસે મળેલા જનપ્રતિસાદમાં જિલ્લાની ૪૨૪ પ્રાથમિક શાળાઓમાં ૩૭૦૬ કુમાર અને ૩૫૮૩ કન્યાઓ મળી કુલ ૭૨૭૯ બાળકોનું મહાનુભાવો દ્વારા શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું જેમાં હિંમતનગરની ૮૩પ્રાથમિક શાળામાં ૭૪૧ કુમાર અને ૭૨૮ કન્યા મળી કુલ ૧૪૬૯ બાળકોનું નામાંકન કરાયું હતું જયારે ઇડરની ૫૭ શાળામાં ૪૮૨ કુમાર અને ૪૩૨ કન્યા મળી કુલ ૯૧૬, પ્રાંતિજની ૪૩ શાળામાં ૪૭૭ કુમાર અને ૪૩૮ કન્યા મળી કુલ ૯૧૫, તલોદની ૫૧ શાળામાં ૪૩૦ કુમાર અને ૩૯૭ કન્યા મળી કુલ ૮૨૭, વડાલીની ૩૫ શાળામાં ૧૭૬ કુમાર અને ૧૯૧ કન્યા મળી કુલ ૩૬૭,  ખેડબ્રહ્માની  ૫૫ શાળામાં ૫૮૨ કુમાર અને ૫૪૯ કન્યા મળી કુલ ૧૧૩૧, વિજયનગરની ૫૫ શાળામાં ૩૨૪ કુમાર અને ૩૦૫ કન્યા મળી કુલ ૬૨૯ અને પોશીના તાલુકાની ૪૫ શાળામાં ૪૯૪ કુમાર અને ૫૪૧ કન્યા મળી કુલ ૧૦૨૫ ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો.


જિલ્લામાં પ્રાથમિક શાળાની સાથે આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં હિંમતનગરમાં ૩૦૨, ઇડરમાં ૪૫૬, પ્રાંતિજમાં ૩૩૩, તલોદમાં ૨૦૭, વડાલીમાં ૧૬૪, ખેડબ્રહ્મામાં ૩૨૮, વિજયનગરમાં ૪૮૧ અને પોશીનામાં ૨૫૧ મળી કુલ ૨૫૨૨ દિકરા-દિકરીઓને પ્રવેશ અપાયો હતો. ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં જિલ્લામાં રૂ. ૧૩ લાખથી વધુનું દાન પ્રાપ્ત થયું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *