રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ રામજી મવાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સુરતના પાંડેસરા હદ વિસ્તારમાં આવેલા આવિર્ભાવ સોસાયટી નંબર 1 પ્લોટ નંબર 442 માં રહેતા હિતેશ ચંદ્રકાંત પટેલ રવિવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે માતા-ભાઈ અને એક મિત્ર સાથે કારમાં પાવાગઢ માતાજીના દર્શેન કરવા નીકળ્યા હતા. ઘર બંધ કરી પાડોશીને ચાવી આપી હતી. સવારે પાણી આવતા મોટર ચાલુ કરવા પાડોશીને કહ્યું હતું.સવારે 6 વાગ્યે પડોશી મોટર ચાલુ કરવા તેમના ઘરે જાય છે ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર હતો. તાત્કાલિક
પડોશીએ હિતેશભાઈને જાણ કરી હતી. આથી તેઓ વડોદરાથી પાછા ઘરે ફર્યા હતા.અને પોલીસને જાણ કરવામાં આવી હતી.પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ડોગસકોડ ,ફિંગર પ્રિન્ટ અને સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોર શરૂ કરી છે.
પાંડેસરામાં ઇજનેરના ઘરેથી 16 લાખના દાગીનાની ચોરી
પરિવાર પાવાગઢ દર્શન કરવા ગયો હતો
પાંડેસરા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો