સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સુંગલ સોલીટેર એપાર્ટમેન્ટના ટેરેસ પરથી ૪૮ વર્ષની મહિલા અલકા બેનએ ભૂસકો મારી જીવન ટૂંકાવ્યું હતું.જ્યાં અલકા બેન પોતાના પરિવાર સાતે સુંગલ રેસીડેન્સીમાં છેલ્લા ૫ વર્ષથી રહેતા હતા. અલકાબેનના પતિ રમેશ ભાઈ ઇલેક્ટ્રોનિક્સનું કામ કરતા હતા અને સંતાનમાં બે બાળકો છે જેમાંથી મોટી દીકરી છે જેની ઉંમર ૨૫ અને દીકરાની ઉંમર ૧૮ વર્ષની છે. જે મૂળ બરવાલા બેસાન તાલુકા જૂનાગઢ જિલ્લના વાતની હતા. ત્યાં અલકા બેન છેલ્લા ૧૫ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા.ત્યારે સોમવારના રોજ બપોરના ૧૨ થી ૧ વાગ્યાના અરસામાં ઉમિયા ડેરી પર દૂધ લેવા જાવાનું કહી ઘરેથી નીકળા હતા અને એપારમેન્ટના ટેરેસ પર પહોચી ભૂસકો મારી પોતાનું જીવન ટૂંકાવી મોતને વ્હાલા થયા હતા. જ્યાં ઘટનાની જાણ પોલીસને તથા પાંડેસરા પોલીસ સહિત ઉચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. મૃત્ય દેહનો કબજો મેળવી આગળની તપાસ શરુ કરી હતી.
સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના..
એપારમેન્ટના ટેરેસ પરથી ૪૮ વર્ષીય મહિલાએ મારી મોતની છલાંગ..
અલકા બેન છેલ્લા 15 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા..