કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યની ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ કાનપુર તથા એલીમ્કો તથા જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠાના ઉપક્રમે દિવ્યાંગ વ્યક્તિઓને તેમની શારીરિક દિવ્યાંગતામાં મદદરૂપ થઈ શકે તે અર્થે ટ્રાઇસીકલ, વ્હિલચેર,કાખઘોડી, કાનનુ મશીન,બ્લાઇન્ડ ફોલ્ડિંગ સ્ટીક, એમ.એસ.આઇ.ડી.કીટ, કૃત્રિમ અંગો, કેલીપર્સ વગેરે કીટોનું નિઃશુલ્ક વિતરણ હેતુથી મૂલ્યાંકન શીબીર (એસેસમેન્ટ કેમ્પ)નું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પ સાબરકાંઠા જિલ્લામાં આગામી તારીખ ૧ જુલાઇ થી ૧૫ જુલાઇ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકા સ્થળે યોજાશે. જે અંતર્ગત તારીખ 1 જુલાઈ 2022ના રોજ હિંમતનગર તાલુકાની બહેરા મુંગા શાળા મોતીપુરા, તા.2 જુલાઇ 2022ના રોજ પોશીના તાલુકામાં પારસ વિદ્યાલય લાંબડીયા, તા.4 જુલાઇ 2022ના રોજ ઇડર તાલુકામાં અંધજન મંડળ, ઇડર જૂની સ્વસ્તિક વિધ્યામંદિર, નંદનવન સોસાયટી, આનંદનગર, તા.5 જુલાઈ 2022ના રોજ ખેડબ્રહ્મા તાલુકાની બી.આર.સી.ભવન, તા.6 જુલાઈ 2022ના રોજ વડલી તાલુકામાં બી.આર.સી ભવન, તા.7 જુલાઈ 22ના રોજ વિજયનગર તાલુકામાં બી.આર.સી. ભવન, તા.8 જુલાઈ 22ના રોજ તલોદ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અણીયોલ (બડોદરા), તા.9 જુલાઇ 2022ના રોજ પ્રાંતિજ તાલુકામાં અવર ઓન હાઇસ્કુલ, તા.11 જુલાઇ 2022ના રોજ હિંમતનગર તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંભોઈ,તા.12 જુલાઈ 2022ના રોજ પોશીના તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, તા.13 જુલાઈ2022ના રોજ વિજયનગર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,આંતરસુબા,તા.14જુલાઈ 2022ના રોજ ઇડર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જસવંતગઢ, અને તા.15 જુલાઈ 2022ના રોજ તલોદ તાલુકામાં બહેરા મૂંગા શાળા ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જિલ્લાના તમામ દિવ્યાંગનો આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે તે માટે અનુરોધ છે.એમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.