અમદાવાદ: અમદાવાદ ખાતે યુવા દીકરી કેના સોનાગરા દ્વારા તેના વિચારોને કેનવાસ પર ઉતારતી સુંદર પેઇન્ટિંગને લોકો સમક્ષ રજુ કરતી પ્રથમ ધી કેના એકઝીબીટનું આયોજન કરાયું હતું.
પપ્પાએ મને 6 વર્ષની હતી ત્યારે જ ચિત્રકામ ક્લાસમાં મૂકી દીધી એમને ખબર હતી કે મને ચિત્રકામમાં વધુ રસ છે આ શબ્દો છે 20 વર્ષીય યુવા છોકરી કેના સોનાગરાના. મોરના ઈંડા ચીતરવા ન પડે એમ નિમા સ્કૂલના પ્રિન્સિપાલ સહદેવસિંહ સોનાગરાની લાડકી દીકરીની 11 વર્ષની અથાગ મહેનતના ભાગરૂપે તેના દ્વારા વિવિધ સંદેશ પાઠવતી થીમ પર બનાવવામાં આવેલ 45 પેઇન્ટિંગની પ્રદર્શનીને સૌ પ્રથમવાર અમદાવાદની ગુફા, આર્ટ ગેલેરી ખાતે લોકો સમક્ષ ખુલ્લી મુકવામાં આવી હતી.
છેલ્લા 11 વર્ષથી પ્રખ્યાત રાષ્ટ્રીય ચિત્રકાર વિનોદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ અને કોવિડના કપરા સમયમાં ઘેરે સતત 45 માંથી 42 જેટલા ચિત્ર બનાવી કાર્યરત રહી પોતાના વિચારોને વિવિધ કલર દ્વારા કેનવાસ પર ઉતારી ચિત્રને બોલતા કરનાર કેના સોનગરાના ચિત્રોને લોકો દ્વારા વખાણવામાં આવ્યા હતા અને તેને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. અભ્યાસમાં કોલેજનું ત્રીજું વર્ષ પૂર્ણ કરનાર અને આવનાર સમયમાં પણ પોતાના વિચારોને પેઇન્ટિંગ દારા વિવિધ સ્થળે શોનું આયોજન કરી લોકો સમક્ષ રજુ કરશે તેંમજ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મુકાશે તેવું કેના દ્વારા જણાવવમાં આવ્યું હતું.
આ ચિત્ર પ્રદર્શનીના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શિક્ષા તજજ્ઞ જયદેવસિંહ સોનાગરા અને સેન્ટ ઝેવિયર્સ કોલેજના અંગ્રેજી માધ્યમના વડા ડોક્ટર સૌરભ વૈષ્ણવ, પ્રખ્યાત ચિત્રકાર વિનોદ પટેલ, સહદેવસિંહ સોનાગરા સાથે વિનોદભાઈ ચૌહાણ સહિત અન્ય સ્નેહીજનો, મિત્રો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રદર્શનીને નિહાળી હતી. આ પ્રદર્શની 28થી 3 જુલાઈ સુધી સાંજે 4 થી 8 વાગ્યા સુધી લોકો અમદાવાદની ગુફા ખાતે નિહાળી શકશે.