Latest

રથયાત્રાને લઇને પોલીસતંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત

ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા સોશ્યલ મીડિયા ઉપર ખાસ નજર રાખવામાં આવી રહેલ છે
——–
આગામી તા.૦૧/૦૭/૨૦૨૨ નાં રોજ ભાવનગર શહેરમાં અષાઢીબીજ નિમિત્તે ભગવાનશ્રી જગન્નાથજીની પરંપરાગત ૩૭ મી રથયાત્રા યોજાનાર છે. જે ભારત દેશની ત્રીજા ક્રમની તેમજ ગુજરાત રાજયની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા છે.

પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિને અનુલક્ષીને ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા ASP/DySP–૧૫, PI–૪૦,PSI–૧૩૧,પોલીસ-૧૫૯૭ (૩૩૬ મહીલા સહિત ),SRP-૫ કંપની, BSF-૧ કંપની, હોમગાર્ડ-૧૫૪૨ (૫૦ મહીલાસહિત), વિડીયોગ્રાફર–૩૫, ડ્રોન–૪, નેત્ર કેમેરા–૭૬, ખાનગી કેમેરા–૯૨, ધાબા પોઇન્ટ–૫૯, વોચ ટાવર–૧૨,કોમ્યુ. પોઇન્ટ–૧૦૮,ગ્રુપ+ગામા મોબાઇલ- ૧૧+૨૭ = ૩૮, મસ્જીદ પોઇન્ટ–૨૭, બેરીકેટ–૪૧, ચેકપોસ્ટ–૪, ઘોડેશ્વાર–૩૪, કયુ.આર.ટી. ટીમ– પ, ફુટ પેટ્રોલીંગ–૪,એસ.ડી.એમ.શ્રી–૧, એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી–૧૨, મેડિકલ ટીમ-૬, ફાયર ફાયટર-૪ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવનાર છે.

ઉપરાંત રથયાત્રા અંતર્ગત કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા વિવિધ પ્રકારનાંઅટકાયતી પગલા ૧૮૮૭, તડીપાર કેસ-૯, પાસા કેસ-૮, હથિયાર કેસો– ૬ ઉપરાંત નાસતા ફરતા આરોપી ધરપકડ – ૬ જેટલી કરવામાં આવેલ છે. ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ધાર્મિક અને કોમી સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવા હેતુથી આયોજક સમિતિ સાથે-૧૧, શાંતિ સમિતિ બેઠક-૨૧, મહોલ્લા સમિતિ મિટીંગ-૨૫ મળી કુલ-૫૭ જેટલી બેઠકો પણ યોજવામાં આવી છે.
રથયાત્રામાં રથયાત્રા સમિતિનાં ૨૦૦ જયારે પોલીસ મિત્રો-સ્વયંસેવકો ૩૦૦ મળી આશરે ૫૦૦ જેટલી સંખ્યામાં સેવા આપનાર છે.

ઉપરાંત રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનાં ભાગરૂપે ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા સોશ્યલ મીડિયા ઉપર ખાસ નજર રાખવામાં આવી રહેલ છે અને લોકોને સોશ્યલ મીડિયામાં કોઇ અફવા ન ફેલાવે તે બાબતે જાગૃતિ દાખવવાં અને જો કોઇ આવી બાબત ધ્યાને આવે તો તૂર્ત જ સ્થાનિક પોલીસને વાકેફ કરવાં પોલીસતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
——

અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

28 મીએ મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો,…

રાધનપુર મસાલી રોડ પર વોલ્ટેજ વધ ઘટ થી રહીશો પરેશાન…છ માસ અગાઉ લેખિત રજૂઆત કરવા છતા તંત્રના ઠાગા થૈયા.

એબીએનએસ, રાધનપુર :. રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલ સોસાયટીમાં કેટલાય સમયથી…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 563

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *