ગુજરાત હોર્ટીકલ્ચર મિશન અંતર્ગત નાયબ બાગાયત નિયામક કચેરી અરવલ્લી દ્વારા આયોજિત પરિસંવાદ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં ઉભરાતા નવીન બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ નો પરિસંવાદ યોજાયો હતો. બાગાયત ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાગાયત ખેતીમાં ખેડૂતને વધારે ને વધારે પાક મેળવીને સારી કિંમત મેળવી શકે,તે હેતુસર વૈજ્ઞાનિક ઢબથી ખેતી કેવી રીતે કરી શકાય તેની સમજણ પૂરી પાડવામાં આવી હતી.
બાગાયતી પાકોમાં ફળફળાદી શાકભાજી મસાલા, ફુલછોડ પાકો ઔષધિય સુગંધિત પાકો કરવામાં આવતા હોય છે.બાગાયતી ખેતીમાં ફક્ત ખેતી લાયક જમીનને ઉપયોગમાં લેવાય તેમ નથી, પરંતુ પડતર ગૌચર તેમજ અન્ય ખેતીલાયક પડતર જમીનમાં પણ ટેકનોલોજીની મદદથી અને વૈજ્ઞાનિક ખેતીના અભિગમથી ફળ પાકો શાકભાજી પાકો મસાલા તથા ઔષધિય પાકોના વાવેતર કરી શકાય છે.
કલેક્ટર ર્ડો.નરેન્દ્રકુમાર મીના દ્વારા આ પ્રસંગે જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાના ખેડૂતો રાજ્યમાં સારી ખેતી માટે પ્રસિદ્ધ છે, તો એ પ્રસિદ્ધિને વૈજ્ઞાનિક ધારા ધોરણ મુજબ સમજીને હજી આગળ વધારવામાં આવે તો જિલ્લાના અને રાજ્યના અન્ય ખેડૂત પણ લાભ મેળવી શકે,અને પ્રોત્સાહન મેળવીને નવા પાક મેળવી શકે.જૈવિક ખેતી,પ્રાકૃતિક ખેતી,ગાય આધારિત ખેતીની નવી પદ્ધતિથી ખેતીને પ્રોત્સાહન મળે છે. અને તેનો લાભ લેવો જોઈએ. સારી અને શ્રેષ્ઠ ખેતી થાય અને ખેડૂતને સારી આવક મળે તેવી કોશિશ કરવી જોઈએ. પર્યાવરણનું ધ્યાન રાખતા ખેતીમાં સફળતા મેળવવી જોઈએ. પ્રાકૃતિક ફળ, શાકભાજી અને અનાજની માંગ વધી છે. મેહનત પણ છે,પણ સાથે સારી કિંમત પણ મળી રહે છે.અરવલ્લી જિલ્લામાં આજે સૌથી વધારે કોલ્ડસ્ટોરેજ પણ આવેલા છે.
ખેડૂતો મેહનત કરે છે અને તે મેહનતમાં રાજ્ય સરકાર સહભાગી થાય છે.સરકારની અનેક યોજનાનો થકી આજે જિલ્લાના ખેડૂતોની ખેતીની પ્રગતિ થઈ છે.આજે આ સેમિનારમાં ખેતી વિષયક કોઈપણ મૂંઝવણ દુર થશે,આજે આ પરીસંવાદથી સારો પાક લેવામાં મદદરૂપ થશે.
આ કાર્યક્રમમાં અરવલ્લીના નાયબ બાગાયત નિયામક બી.એ.કરપટિયાએ જણાવ્યું કે, બાગાયત કચેરી હરહંમેશ ખેડૂતો માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઉત્સાહિત છે,અને જિલ્લાના દરેક ખેડૂત સુધી દરેક યોજના અને દરેક સહાય પોહચે તેની કોશિશ છે.જિલ્લાના ખેડૂતો સારો પાક લઈને સક્ષમ બને તેવી નેમ છે.
આ કાર્યક્રમમાં અરવલ્લી કલેક્ટર ર્ડો.નરેન્દ્રકુમાર મીના, મેહસાણા સયુંકત બાગાયત નિયામક,ર્ડો. એફ. કે. મોઢ, અરવલ્લીના નાયબ બાગાયત નિયામક બી.એ.કરપટિયા,ડીસાથી ર્ડો યોગેશ પવાર,ફળ સંશોધન કેન્દ્ર દહેગામથી, હિમાંશુ બારોટ,નો ન્યૂ કંપનીના નિષ્ણાંત અલ્પેશભાઈ પટેલ, નાબાર્ડ માંથી નવલ કન્નોર,કોલ્ડ સ્ટોરેજના પ્રમુખ અને મોટી સંખ્યામાં ખેડૂતો,અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.