રંગેચંગે ઢોલ નગારાંના નાદે અને ભજન મંડળીના સાથે ભક્તોને દ્વાર પહોંચ્યા જગતના તાત
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લીના મોડાસા ખાતે યોજાઇ ભગવાન જગન્નાથની 40મી રથયાત્રા. મોડાસાના બાલકદાસજી મંદિર ખાતેથી ભગવાનની રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરની યાત્રાએ નીકળ્યા.
ઢોલ નગારા, DJ ના તાલ, ભજન મંડળીમાં ભક્તોનો ઉત્સાહ, ઘોડેસવાર અને પોલીસના બંદોબસ્ત વચ્ચે નીકળી જગતના તાતની સવારી. શોભાયાત્રા, ભજન મંડળી, અખાડા, વિવિધ ઝાંખી રથયાત્રાના મુખ્ય આકર્ષણ બની.
પોતાના દ્વારે આવેલા ભગવાનની લોકોએ આનંદ ઉલ્લાસ સાથે સ્વાગત કર્યું.ભક્તોને મગ અને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. ઠેર ઠેર રથયાત્રામાં જોડાયેલ ભક્તો માટે છાસ, પાણી, શરબતના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા.
આ સાથે સાથે વૃક્ષારોપણનો પ્રોત્સાહન આપવા માટે રથયાત્રામાં પ્રસાદ તરીકે વૃક્ષોના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું.