કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના કશ્મિર ગણાતા વિજયનગરના પોળોના જંગલમાં દિન-પ્રતિદીન સહેલાણીઓ વધી રહ્યા છે.
જિલ્લાનુ અને સમગ્ર ઉત્તર ગુજરાતનુ એક માત્ર કુદરતી સૌદર્યની સમૃધ્ધિ ધરાવતા આ ઔતિહાસિક વિરાસત સમા વિસ્તાર અભાપુરમાં જિલ્લા વિકાસ અધિકારી શાહના હસ્તે ૧૫ ઇ-રીક્ષાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિજયનગર વિસ્તારના અભાપુર ખાતે ઇ- રીક્ષા લોકાર્પણ વખતે જિલ્લા વિકાસ અધિકારી શાહે જણાવ્યું હતું કે, પોળો સાબરકાંઠા જિલ્લાનુ મુખ્ય પર્યટન સ્થળ છે અને વિપુલ કુદરતી સૌદર્યનો ભંડાળ છે. આ વિસ્તારમાં પ્રદુષણ ના ફેલાય અને તે જોવાનુ સ્થાનિકો અને વહિવટી તંત્રની જવાબદારી છે. શુધ્ધ હવા એ દરેક જીવનો અધિકાર છે અને તેનુ સંવર્ધન એ આપણા સૌની સહિયારી જવાબદારી બને છે. ઇ-રીક્ષા થકી પર્યાવરણની જાળવણી થાય છે.
વાતાવરણ પ્રદૂષણ મુક્ત બનશે. આ વિસ્તારના લોકોને રોજગારી મળવાની સાથે બહારથી સહેલ માણવા આવતા લોકોને નવી સવલત મળશે.
આ પ્રસંગે સ્થાનિકો, આસપાસના ગ્રામજનો અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.