મળતી માહિતી પ્રમાણે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ બિલ્ડિંગમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા બમરોલી ખાડી પાસેથી 30 વર્ષીય અજાણ્યા યુવાન સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.
જ્યાં તેનું રેપીડ ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેને વધુ સારવાર માટે કોવિડ બિલ્ડીંગમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ માટે રીફર કરવામાં આવ્યો હતો રિપોર્ટ આવે તે પહેલાં દર્દી સિક્યોરિટી ગાર્ડની નજર સામે ભાગી જતા સિક્યોરિટી ગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા હતા….
સિવિલ હોસ્પિટલમાં ફરી સિક્યોરિટી આવી વિવાદમાં
કોવિડ હોસ્પિટલમાંથી કોરોનાનો પોઝિટિવ દર્દી ભાગી છૂટ્યો
30 વર્ષીય યુવક સારવાર દરમિયાન થયો ફરાર