Crime

સુરત રેલવે યાર્ડમાં લોકો પાયલટ પણ સુરક્ષિત નથી

 

સુરત સ્ટેશન યાર્ડ ખાતે ફરજ પરના આસિસ્ટન્ટ લોકો પાયલોટ પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટી લીધો હતો. લૂંટારૂઓ લોકો પાયલોટને બેભાન હાલતમાં ટ્રેક પર છોડી દીધો હતો.

આ મામલે સુરત રેલવે પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો હતો.3 જુલાઇના રોજ રાત્રે 10.10 કલાકે મોના કુમાર ગોયલે સુરતથી ઉપડતી ટ્રેન નંબર 19005 સુરત ભુસાવલ માટે સુરત રેલવે યાર્ડમાં સુરત સ્ટેશન પ્લેટફોર્મ એક પર આવેલી લોબીમાં ફરજ બજાવી રહ્યા હતા.

11 વાગ્યે ઉધના છેડે જઈ રહ્યા હતા થોડી જ વારમાં બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી આશરે રૂ. 1800 અને કામ સંબંધિત કેટલીક સામગ્રી લૂંટી લીધી હતી અને તેને ટ્રેક પર બેભાન હાલતમાં છોડીને નાસી છૂટ્યા હતા. મોનાકુમાર ગોયલને આ ઘટનામાં માથામાં ગંભીર ઈજા થઈ છે અને 13 જેટલા ટાંકા આવ્યા છે અને સારવાર ચાલુ છે.રેલવે પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

આસિ.લોકોપાયલોટ મોનાકુમાર ગોયલ પર હુમલો કરી તેમને બેભાન અવસ્થામાં છોડી લૂંટારૂઓ ભાગી છૂટ્યા હતા. આ ઘટનામાં ટ્રેનનંબર 19005 સુરત-ભુસાવળના લોકોપાયલોટ અને પોઇન્ટ્સમેને મોનાકુમારને ઇજાગ્રસ્ત હાલતમાં ટ્રેક પર પડેલા જોઇ તેમની પાસે ગયા હતા. આ બંનેએ તરત જ સુરત રેલવે સ્ટેશને સુપિરન્ટેન્ડેન્ટને જાણ કરી હતી.રેલવે તંત્ર દ્વારા પ્રાથમિક સારવાર આપી મોનાકુમારને ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા.

રેલવે યાર્ડમાં લોકો પાયલટ પણ સુરક્ષિત નથી

રેલવે યાર્ડમાં આસિ. લોકો પાયલોટને માર મારી લૂંટી લેવાયો

લૂંટ ચલાવી લૂંટારુંઓ ફરાર

લૂંટારૂઓ માર મારી બેભાન અવસ્થામાં ટ્રેક પર છોડી ગયા

​​​​​​​આસિ.​​​​​​​લોકોપાયલોટને માથામાં ઇજા થતાં 13 ટાંકા આવ્યા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *