શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોઈ બનાસકાંઠામાં બે ત્રણ દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે મંગળવારે મોડી સાંજે વરસાદ આવતા સાથે ભારે પવન અને વાવાઝોડું આવતા કેટલાય બેનર ફાટી ગયા હતા અને દાંતા તાલુકામાં ઘણી જગ્યાએ વૃક્ષો પડવાના બનાવ હતા.
અંબાજી આસપાસ આવેલા કેટલાક ગામોમા પણ વરસાદને કારણે ગ્રામ લોકોને ભારે હેરાન પરેશાન થવું પડ્યું હતું. અંબાજી ટેલીફોન એક્સચેન્જ પાસે મંગળવારે રાત્રે વાવાઝોડું આવતા એક વિશાળ વૃક્ષ લલીતભાઈ લુહાર ના મકાન પર પડ્યું હતું પણ સદનસીબે કોઈ કોઈ જાનહાની થઈ ન હતી. ટેલીફોન એક્સચેન્જ પાસેના લોકોમાં ભારે ગભરાટ પણ ફેલાયો હતો
અંબાજી પ્રહલાદ પૂજારી