ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ પો સબ.ઇન્સ શ્રીએન.જી.જાડેજા,પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર ની પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવેલ હતી.
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા અગાઉ ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી,ભાવનગરનાંઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી.જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી,ભાવનગરનાંઓએ ક્રિપાલસિંહ S/O જયવંતસિંહ ઉર્ફે જયુભા ગોહિલ ઉ.વ.૩૩ ધંધો-ખેતીકામ રહે.બસ સ્ટેન્ડની બાજુમાં,અલંગ તા.તળાજા જી.ભાવનગર વાળાની દરખાસ્ત માન્ય રાખેલ.જેથી ક્રિપાલસિંહ ગોહિલની પાસા હેઠળ અટકાયત કરી સુરત,લાજપૌર જેલમાં મોકલી આપવામાં આવેલ.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં હરગોવિંદભાઇ બારૈયા, હિતેશભાઇ મકવાણા, રવિરાજસિંહ ગોહિલ, ઘનશ્યામભાઇ ગોહિલ, ધર્મેન્દ્દસિંહ ગોહિલ