રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન ઉકાઇ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ શરૂ થયો છે. વિતેલા 24 કલાકમાં ઉપરવાસના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવેલા ૨૧ રેઇન ગેજ સ્ટેશનમાં સરેરાશ ૧ ઇંચ વરસાદ પડીયો હતો. જેના કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે.
સુરત શહેર અને જિલ્લામાં મેઘમહેર યથાવત છે. શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં ઉમરપાડામાં ભારે વરસાદ નોંધાયો હતો.રવિવારે સાંજથી ૧.૨૦ લાખ ક્યુસેક પાણીની આવક ચાલુ થઇ ગઇ હતી. જ્યારે આઉટફલો એક હજાર ક્યુસેક છે. ડેમની સપાટી રૂલ લેવલથી નીચે હોવાથી ડેમ ભરવામાં આવી રહ્યો છે.
જેના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૨ ફૂટનો નોંધપાત્ર વધારો નોંધાયો છે.મોડીરાતે ૮ કલાકે ડેમની ૩૧૮.૪૫ફૂટ નોંધાઇ હતી.જિલ્લાના આ ચાર રોડ બંધ થયા બારડોલી સુરાલી અને જુની કિંકવાડનો કોઝવે ઓવરફલો થતા રસ્તો બંધ કરાયો હતો. જ્યારે બારડોલીના ખરદ અને માંડવીના અંધારવાદીમાં પુલ પરથી પાણી જતા રસ્તો બંધ કરાયો હતો.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ….
સુરત દક્ષિણ ગુજરાત જીવાધોળી સમાન ઉકાઈ માં પાણીની આવક વધી છે..
મોડી રાત્રે ૮ કલાકે તેમની સપાટી ૩૧૮.૪૫ ફૂટ નોંધાય હતી…
જિલ્લામાં બારડોલી સુરાલી અને જૂની કિંકવાડનો કોઝવે ઓરફ્લો રસ્તો બંધ કરાયો…