શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ ગામ સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને હર્ષની લાગણી અનુભવે છે આજે ગુરુપૂર્ણિમા હોઇ મંદિરના શક્તિ દ્વાર થી પિત્તળકેટની વચ્ચે આઝાદી અમૃત મહોત્સવ કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
આઝાદી અમૃત મહોત્સવમા અંબાજી મંદિરનો પોલીસ SRP બેન્ડબાજા જેમાં 100 જવાનો દ્વારા અંબાજી મંદિર માં આરતી અને રાષ્ટ્રીય ગીત વગાડીને કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
અંબાજી મંદિરમાં પોલીસ જવાનો દ્વારા અને એસઆરપી જવાનો દ્વારા માતાજીની આરતી અને રાષ્ટ્રીય ગીત સાંભળીને યાત્રીકો ખુશીની લાગણી અનુભવી હતી ને આઝાદી અમૃત મહોત્સવ 75 વર્ષ નિમિતે આ કાર્યક્રમ યોજાયો હતો.
સરકાર શ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે જેના ભાગ રૂપે એસ.આર.પી. ગ્રુપ-2 અમદાવાદ અને બનાસકાઠા પોલીસ ના સંયુકત ઉપક્રમે આજરોજ તા.13-7-2022 ના રોજ ગુરુ પુર્ણિમા ના રોજ આરાસુરી મા અંબાજી ના મંદિર ખાતે બેન્ડ ડીસ્પલે નુ આયોજન કરવામા આવેલ હતુ અને માતાજીની આરતી અને દેશભકિત ના સુર વગાડેલ હતા જે સાંભળીને માતાજીના દર્શનાર્થે પધારનાર ભક્તજનોએ તમામ જવાનોનુ અભિવાદન કરેલ હતુ.
અંબાજી પ્રહલાદ પૂજારી