કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પૂરક પરીક્ષાની વ્યવસ્થા માટે બેઠક યોજાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસ.એસ.સી ધોરણ – ૧૦ અને એચ.એસ.સી ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા- ૨૦૨૨ આગામી તારીખ ૧૮-૦૭-૨૦૨૨ થી તારીખ ૨૨-૦૭-૨૦૨૨ સુધી ૧૦:૩૦ થી ૧૮:૧૫ કલાકે સવાર અને બપોર એમ બે સેશનમાં ધો. ૧૦ માં ૧૭૭ બ્લોકમાં ૮૦૪૮ વિધાર્થીઓ, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૬ બ્લોકમાં ૯૩૮ વિધાર્થીઓ, ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫૬ બ્લોક એમ કુલ ૨૫૯ બ્લોકમાં ૨૬ બિલ્ડિંગ ખાતે પરીક્ષા યોજાનાર છે.
ભાવનગર જિલ્લામાં ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા યોજાવનાર છે ત્યારે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અઘ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં જરૂરી વ્યવસ્થા પુરી પાડવા અને સુચારુ રૂપે પરીક્ષા યોજાય તેની અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાની પરિસ્થિતિને જોતા યોગ્ય રીતે કોવીડ ગાઈડલાઈન્સનું પાલન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવીન્દ્ર પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે. વી. મિયાણી, ભાવનગર શહેર આચાર્ય સંઘ પ્રમુખશ્રી પરેશભાઈ ત્રિવેદી, ભાવનગર ગ્રામ્ય આચાર્ય સંઘ પ્રમુખશ્રી ગોવિંદભાઇ બતાડા, રાષ્ટ્રીય શિક્ષક પારિતોષિક એવોર્ડ વિજેતાશ્રી પરેશભાઈ ત્રિવેદી, ડો. મહેશકુમાર દાફડા, રાજ્ય શિક્ષક પારિતોષિક એવોર્ડ વિજેતાશ્રી રાજેશભાઇ ત્રિવેદી, માધ્યમિક શૈક્ષીક મહાસંઘના મહામંત્રીશ્રી (ગ્રાન્ટેડ) તરુણભાઈ વ્યાસ, ઉ. મા. શૈક્ષીક મહાસંઘ અધ્યક્ષશ્રી સત્યજીતભાઈ પાઠક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.