શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે વિવિધ ભગવાનનાં મંદિર આવેલા છે જેમાં નિરંજની અખાડાનુ ગબ્બર ખાતે પ્રાચીન કાળ ભૈરવ બટુક ભૈરવ મંદિર આવેલું છે. ગુરૂવારે સવારે અહી નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં અંબાજી 51 શક્તિપીઠના વિદ્વાન બ્રાહ્મણ જોડાયા હતા. મંદિરના મહંત પૂર્ણાનંદગીરી બાપુ પણ પોતાના સેવક અને ભક્તો સાથે હાજર રહ્યા હતા.
ગુરૂવારે સવારે ગબ્બર કાળ ભૈરવ બટુક ભૈરવ મંદિર ખાતે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા હવન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામા આવી હતી. પૂજા વિધિ બાદ આવેલાં તમામ લોકો માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી . આ મંદિર ખાતે ભૈરવજીની મૂર્તિ ની સ્થાપના થોડા સમય પહેલાં કરવામાં આવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી