જિલ્લા ના 200 થી વધુ હિમોફિલિયા ના દર્દીઓ માટે સેન્ટર માંથી સેવા મળશે
ભાવનગર જિલ્લા માં હિમોફિલિયા ના 200 જેટલા દર્દીઓ માટે એક સુવિધા સભર સેવા નો આરંભ એટલે કે હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર નો આરંભ રેડક્રોસ સોસાયટી દિવનપરા રોડ ભાવનગર ખાતે આગામી તા.17 જુલાઈ ના રોજ કરવા માં આવશે હિમોફિલિયા સોસાયટી ભાવનગર ચેપ્ટર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા આ સેવા નો આરંભ કરવા માં આવશે.
ખાસ કરી ને આ સેન્ટર ના માધ્યમ થી હિમોફિલિયા ના દર્દીઓ ને જરૂરી દવાઓ (ફેક્ટર) , ડોકટર ની તપાસ અને સારવાર , જરૂરી કાઉન્સેલિંગ, ફિઝિયોથેરાપી સારવાર રેડક્રોસ ખાતે કાર્યાન્વિત શ્રી ઉત્તમ એન.ભુતા-રેડક્રોસ બ્લડ સેન્ટર (બ્લડ બેન્ક) માંથી વિનામૂલ્યે બ્લડ આપવા સહિત વગેરે જેવી સુવિધાઓ મળી શકશે દર્દીઓ ને આ સેવા રેડક્રોસ સોસાયટી દીવાનપરા રોડ ભાવનગર ખાતે થી મળશે.
આહિમોફિલીયા ટ્રીટમેન્ટ સેન્ટર નો ઉદઘાટન સમારોહ રામુભાઈ ગડકર ચેરમેન વેસ્ટ રિઝિયન (RCC WEST)
દિપકભાઈ શૈન સેક્રેટરી વેસ્ટ રિઝિયન (RCC WEST) સહિત ના
મહેમાનો ની ઉપસ્થિતિ માં તા.17 ના રોજ સવારે 9.30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
સાથે સાથે હિમોફિલિયા સોસાયટી ભાવનગર ચેપ્ટર ની એન્યુઅલ જનરલ મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સેન્ટર ની સેવા ના ઉદઘાટન કાર્યક્રમ મહેમાનો, શુભેચ્છકો ની ઉપસ્થિતિ માં યોજાશે.