અમદાવાદ: આજના આધુનિક યુગમાં લોકોને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તે ઉમદા હેતુ સાથે અમદાવાદના રખિયાલ રોડ ખાતે શમા કોમ્યુટર કલાસીસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આજના આ આધુનિક યુગમાં કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી બન્યું છે ત્યારે અમદાવાદની એક સંસ્થા ધી ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટના સહયોગે અમદાવાદના રખિયાલ રોડ પર શમા કોમ્પ્યુટર ટ્રેનિંગ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જેમાં આ ટ્રસ્ટના ટ્રસ્ટી અફઝલભાઈ મેમણ, ઇલ્મ ફાઉન્ડેશનના ડાયરેકટર અબ્દુલ રઝાક મેમણ, હાજી અબ્દુલ સતારભાઈ મેમણ, માજી કોર્પોરેટર લિયાક્તભાઈ અંસારી તેમજ અશહાકભાઈ અને ઈલિયાસભાઈ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કોમ્પ્યુટર ક્લાસનું ઉદ્ઘાટન કરતા ઇલ્મ ફાઉન્ડેશનના ડાયરેકટર અબ્દુલભાઇ મેમણએ જણાવ્યું હતું કે આજના યુગમાં કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી બન્યું છે અને તે માટે તેને જાણવું પણ જરૂરી છે. આજે તમામ જગ્યા પર કોમ્પ્યુટરે પોતાનું આગવું સ્થાન લીધું છે તયારે કોમની સાથે સાથે દરેક વ્યક્તિ આ વિશે જ્ઞાન મેળવી હાલના જમાના સાથે આગળ વધે તે જરૂરી છે.