વિચારોનું સરવૈયું જિંદગીનું મૂલ્ય
આ ત્રણ અક્ષરની જિંદગી પણ ક્યારેક ભારે લાગે છે બસ સમય આવ્યે જે ઈચ્છા હોય એ પ્રમાણે કરીએ છીએ પણ સમય આવ્યે જ કેમ કરવું અને શા માટે? એ પહેલાં કેમ કાંઈ કરવું ન ગમે. લોકો કહે છે કે સમય બદલાયો પણ ક્યારેક મનમાં વિચાર આવે સમય તો એજ છે બસ લોકોની જિંદગી જીવવાની સુવિધાઓ વધી તેમાં ફેરફારો થયા એટલે જિંદગી મોંઘી લાગે પહેલા જિંદગી જીવવાની સારી હતી રાજાશાહી જીવન જીવતા ભલે રાજા ન હતા પણ હવે તો પ્રજા જ રાજા છે ગમે એટલા મોટાં બની જાવ કે નાના પણ મુશ્કેલી પડે છે.
આજકાલની જિંદગી સસ્તી છે પણ જીવવા વાળાને મોંઘી લાગે છે એ સમય જોઈ છે પણ પોતાનો સમય નહિ જોતો એ લોકોને જોઈને જીવે આજકાલ નો માણસ.
કહેવાય છે ભગવાનને પણ માણસ બનવું પડ્યું હતું પણ હવે તો માણસ જ ભગવાન બનવા જાય છે ડૉ પણ દર્દીને દવા તપાસીને આપે છે જો રિપોર્ટ નોર્મલ હોય તો પણ સાવધાન રહેવાની સલાહ આપે છે આજ ખરી જીંદગી છે કારણ કે હવે ડૉ પણ બધી બાબતો જોઈ છે એ પણ હવે પ્રભુની કૃપા પ્રમાણે જ વર્તે છે.
જિંદગી જીવવાના નિયમો
સવારની શરૃઆત ઉગતા સૂર્યને નમસ્કાર કરી દિનચર્યાની શરૃઆત કરો. રોજ સમયસર ઉઠો દૈનિક કાર્યનોંધ લખો.
રોજ એક મંત્રનું ઉચ્ચારણ કરો અને ધાર્મિક ભજન સાંભળો.
સમયસર નિત્યનીયમ મુજબ કાર્ય કરો.
બિનજરૂરી ચર્ચાથી દૂર રહો.દિવસ દરમિયાન મૌન ધારણ કરો.
દિવસની પુર્ણાહુતી દરમ્યાન દિવસના દરેક કાર્ય,વ્યક્તિ,વિચારની નોંધ કરો.
વર્તમાન અને ભવિષ્યમાં કરનાર કાર્યનીસૂચિ બનાવો અને સમયસરની સરાસરી કરો.
રાત્રે સૂતા પહેલાં ધાર્મિક ગ્રંથનું વાંચન કરો.
જીવનમાં એક વ્યક્તિ એવો રાખો જેની પાસે તમે તમારા દુઃખદર્દ અને દરેક તકલીફ કે વાતો જણાવી શકો.
આટલા નિયમોના અમલથી જીંદગીની દરેક જીદ પુરી થઈ શકે છે જો કરવું હોય તો..
ગાયત્રી પટેલ
સુરત