અમિત પટેલ અંબાજી
દાંતા તાલુકામાં 200 કરતા નાના મોટા ગામો આવેલા છે.આ પ્રદેશ પહાડી અને સરહદી વિસ્તાર ધરાવતો તાલુકો છે.આ વિસ્તારના આદિવાસી સમાજના બાળકો અને અન્ય સમાજના વિદ્યાર્થીઓને દાખલા લેવા દાંતા મામલતદાર કચેરી ખાતે જવું પડે છે ત્યારે આ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ વિદ્યાર્થીઓને હેરાન પરેશાન છેલ્લા 1 મહિનાથી કરી રહ્યા છે તેઓ આરોપ દાંતા ના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ કાળાભાઇ ખરાડીએ લગાવ્યો છે. આજે દાંતા રાવણ ટેકરી થી 100 કરતા વધુ નેતાઓ કાર્યકરો હાજર રહી રેલી સ્વરૂપે દાંતા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા હતા.
મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા.દાંતા ના સ્થાનીક ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડાયા હતા સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ વાલકીબેન પારઘી, એનએસયુઆઈ દાંતા પ્રમુખ ભવાનીસિંહ રાઠોડ, અંબાજી કૉંગ્રેસ પ્રમુખ તુલસીરામ જોષી, જાકીર ભાઈ અથાનીયા, મેહુલ ગઢવી સહિતના વિવિધ નેતાઓ, કાર્યકરો હાજર રહ્યા હતા.
:- ધારાસભ્ય કાંતિ ખરાડી નો મોટો આરોપ :-
1.એક મહિનાથી વિદ્યાર્થીઓને દાખલા આપવામાં આવતા નથી
2.આદીવાસી સમાજના વિદ્યાર્થીઓ અને અન્ય સમાજના વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે
3.આજે પણ વિદ્યાર્થીઓ દાખલાને લઈને ધક્કાઓ ખાઈ રહ્યા છે
4.ટ્રાયબલ વિસ્તારના દીકરા દીકરીઓને હેરાન કરવામાં આવે છે જે સરકારનું ષડયંત્ર છે
5.વહીવટી તંત્રને હાથો બનાવીને સરકાર વિદ્યાર્થીઓને હેરાન કરે છે
6.વિદ્યાર્થીઓને દાખલા આપવામાં આવતા નથી
7.નવા દાખલા માટે વિવિધ પુરાવાઓ માંગવામાં આવે છે
8.દાંતા ના ધારાસભ્ય એ ચીમકી ઉચ્ચારી કે આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો આખો દાંતા તાલુકો અહી આવી જશે
9.સરકાર હેરાન કરવા માંગતી હોય તો અમે ન્યાય માટે લડત લડીશું
10.વિદ્યાર્થીઓનો હક છે તે માટે તેમને હેરાન ન કરો
11.એનએસયુઆઇ ના નેતા અને કોંગ્રેસ ના નેતાઓ હાજર રહ્યા હતા
12.પરિપત્ર સિવાયના ડોક્યુમેન્ટ માંગી વિદ્યાર્થીઓને હેરાન કરાય છે મામલતદાર કચેરી દ્વારા