ભાવના શાહ દિવ
ચેસ ની રમત સમજાવે છે કે દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા લોકોને વાસ્તવિક સફળતા મળે છે – રમતગમત અધિકારી
છેલ્લા પાંચ વર્ષથી, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ ના સક્ષમ નેતૃત્વ હેઠળ, દિવના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા સમગ્ર દીવ જિલ્લામાં યુવા ખેલાડીઓ માટે રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
અને રમતગમત ક્ષેત્રે યુવા પ્રતિભાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત, દીવ રમતગમત વિભાગ દ્વારા 28-29 જુલાઈના એમ બે દિવસીય જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કર્યું છે.
ચેસ સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે રમતગમત અધિકારી મનીષ જી સ્માર્ટે દિવ જિલ્લાની તમામ શાળાના યુવા ખેલાડીઓ અને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લેવા પધારેલા યુવા ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે ચતુરંગના બોર્ડથી માંડીને કોમ્પ્યુટર પર રમાતી ડિજિટલ ચેસ સુધી ની લાંબી યાત્રા મા દરેક ક્ષણ ભારત દેશ તેનો સાક્ષી રહ્યો છે. ચેસ આપણને સમજાવે છે કે તે જ જીતે છે જે માત્ર દીર્ઘ દ્રષ્ટિ ધરાવે છે તેઓ ટૂંકા ગાળાની સફળતાને બદલે વાસ્તવિક સફળતા મેળવે છે.
ચેસ સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે દીવ રમતગમત વિભાગના પ્રભારી મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી એચ.વી.આચાર્ય શારીરિક શિક્ષકો તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.