Crime

રોકડ રૂ.૧૨,૬૯૦/- સહિત કુલ રૂ.૧૨,૮૯૦/-નાં મુદ્દામાલ સાથે જાહેરમાં બેટરીનાં અંજવાળે જુગાર રમતાં ચાર માણસોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન જાહેરમાં બેટરીનાં અંજવાળે જુગાર રમાતો હોવાની મળેલ બાતમી આધારે જાળીયા ગામની પડતર જમીનમાં બાવળની કાંટમાં રેઇડ કરતાં જાહેરમાં ગંજીપત્તાનાં પાના-પૈસા વતી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૧૨,૬૯૦/-તથા બેટરી કિ.રૂ.૨૦૦/- મળી કુલ રૂ.૧૨,૮૯૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.જે અંગે પાલીતાણા રૂરલ  પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ-

1. રઘુભાઇ મનજીભાઇ મકવાણા ઉ.વ.૩૫ રહે.નાના જાળીયા (માનાજીના) તા.પાલીતાણા જી.ભાવનગર

2. કાળુભાઇ હિંમતભાઇ ચાવડા ઉ.વ.૩૦ રહે.નાના જાળીયા (માનાજીના) તા.પાલીતાણા જી.ભાવનગર
3. વાઘજીભાઇ પરશોતમભાઇ જેઠવા ઉ.વ.૪૨ રહે.વાડી વિસ્તાર,દેદરડા તા.પાલીતાણા જી.ભાવનગર
4. દુલાભાઇ ધરમશીભાઇ મકવાણા ઉ.વ.૪૦ રહે.નાના જાળીયા (માનાજીના) તા.પાલીતાણા જી.ભાવનગર

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

   પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ ગોહિલ, શકિત્તસિંહ સરવૈયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *