તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા)
મોરારીબાપુની 901મી કથા ત્રિપુરાના પાટનગર અગરતલામાં “માનસ અતિથિદેવો ભવ “ના શીર્ષક સ્થળે ગવાઇ રહી છે. આજે એટલે કે રવિવારે કથાની પૂર્ણાહુતિ છે. તેની પૂર્વ સંધ્યાએ મોરારીબાપુએ કહ્યું કે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યાં છીએ.
ત્યારે એક ભારતીય તરીકે આપણાં સૌની એ ફરજ બને છે કે આગામી દિવસોમાં ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નો પ્રારંભ થવાનો છે ત્યારે આપણે સૌ આપણાં ઘરો પર ત્રિરંગો લહેરાવીએ અને હું પણ આ કથા સ્થળ ત્રિપુરાથી ત્રિરંગા માટે આહ્વાન કરી આઝાદીના અમૃત મહોત્સવને અર્પણ કરું છું
બાપુએ પ્રધાનમંત્રીશ્રીની અપીલને સૌએ ઝીલવા પણ અનુરોધ કર્યો અને ઉમેર્યું કે આગામી અમૃત મહોત્સવ પ્રારંભાય છે પણ જ્યારે અંતિમ તબક્કામાં હશે ત્યારે હું છેલ્લી કથા દિલ્હીમાં ગવાય તેમ ઈચ્છું છું. સૌને અમૃત મહોત્સવની બાપુએ શુભેચ્છાઓ પાઠવી હતી.