ગુજરાત ના મોટા ભાગ ના અધિવેશન હોય કે કોઈ પણ સમાજ ની મિટિંગ હોય કે કોઈ સમેલન માં અંબા ની નગરી અંબાજી ખાતે યોજાતી હોય છે. દરેક સમાજ ની ધર્મશાળાઓ અને મિટિંગ હોલ પૂર્ણ સુવિધાઓ સાથે અંબાજી માં ઉપલબ્ધતા સાથે માં અંબા ની ભૂમિ પર દરેક સરકારી કે સમાજ ના કાર્યક્રમો ની શરૂઆત થતી હોય છે.આજે ગુજરાત રાવળ સમાજ ની અંબાજી માં પંચાલ ભવન ખાતે યોજાઈ હતી.
અંબાજી માં ગુજરાત ના રાવળ.સમાજ ના અગ્રિનીઓ ની મિટિંગ પંચાલ ભવન ખાતે યોજાઈ હતી. મીટીંગ માં રાવળ સમાજ માં કુરિતિયો ને દૂર કરવા અને સમાજ ને કઈ રીતે આગડ લઇ જવા ચર્ચા વિચારણા સાથે 40 વિકૃતિ વિમુક્ત જાતિ માટે અનામત ની માગણી સાથે 31 અગોસ્ટ ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત નું રાવળ દેવ સમાજ જશે અને અનામત ની માગણી સરકાર સમક્ષ કરશે. આજે ગુજરાત ના રાવળદેવ સમાજ ની મિટિંગ નો મુખ્ય હેતુ જે આજ સુધી 40 વિકુર્તિ અને વિમુક્ત જાતિ ને જે અનામત થી દુર રાખવા માં આવી છે તેના માટે સરકાર સમક્ષ 31અગોસ્ટ ના રોજ ગાંધીનગર માં જરૂઆત કરવાની ચર્ચા વિચારણા કરવા માં આવી.
અંબાજી પ્રહલાદ પૂજારી