અહેવાલ અભિષેક પારેખ ( જી. એકસપ્રેસ ન્યુઝ મોરબી)
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટમાં થતા ગરબી આયોજનમાં આવતી ટીકીટ પર રાજ્ય સરકાર દ્વારા 18 ટકા જીએસટી લગાવતા રાજ્યમાં વિરોધનો વંટોળ શરુ થયો છે જીએસટી લાગવાથી ટીકીટના દર વધશે જેના કારણે ખેલૈયામાં રોષની લાગણી છે બીજી તરફ ગરબા આયોજકો પણ મુઝવણમાં મુકાયા છે.
ત્યારે રાજકીય પક્ષ આ મુદાને લઇ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન શરુ કરવામાં આવ્યું છે. મોરબીના રવાપર રોડ ખાતે આવેલ બાપા સીતારામ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગરબા રમીને વિરોધ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર પર હિન્દૂ ધર્મના દેવીઓ ના નવરાત્રી પર્વ પરના સાંસ્કૃતિ કાર્યકામો પર 18% GST લગાવી લોકોની આસ્થાને ઠેસ પહોંચડી ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તાત્કાલીક જીએસટી પરત નહી ખેચે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.