વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઍનીમિયાને વિશ્વસ્તરીય સાર્વજનિક સ્વાસ્થ્ય માટે ખાસ કરીને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ગણાવેલ છે. આપણા લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાથી, પેશીઓ અને અંગો સુધી ઓક્સિજનનું પૂરતું પ્રમાણ પહોંચી શકતું નથી, જેના કારણે વ્યક્તિ નબળાઈ અને થાક અનુભવે છે. જો આ સ્થિતિનો લાંબા સમય સુધી ઉપચાર કરવામાં ન આવે તો વ્યક્તિના વજનમાં વધારો, શ્વસન સંબંધી તકલીફો અને અન્ય ઘણા ગંભીર રોગોનો શિકાર બની શકે છે.
ઍનીમિયા પોષણના અભાવે થાય છે. રોજના આહારમાં ફોલિક , વિટામીન B12 વગેરે જેવા તત્વોની ઉણપને કારણે શરીરમાં આયર્નનું પૂરતા પ્રમાણમાં પોષણ થતું નથી. કુપોષણ અને ઍનીમિયાનો સીધો સબંધ છે. વર્ષ 2021માં એક આરટીઆઈમાં જોવામાં આવ્યું કે દેશમાં કુપોષણની દ્રષ્ટિએ ગુજરાત, મુખ્ય ત્રણ રાજ્યો (મહારાષ્ટ્ર, બિહાર તેમજ ગુજરાત)માંથી એક છે. વર્ષ 2019-22ના રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (એનએફએચએસ-5) અનુસાર, ગુજરાતમાં માત્ર 6 ટકા બાળકોને જ ઉચિત પોષણ મળવા પામે છે અને પાંચ વર્ષ કરતા ઓછી વયના 80 ટકા બાળકો ઍનીમિયાનો શિકાર છે.
જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે , તો, આપણા બાળકો પર ગંભીર જોખમ દેખાઈ રહેલ છે. સર્વેક્ષણ અનુસાર ભરૂચ જિલ્લામાં 5 વર્ષથી ઓછી વયના 40 ટકા બાળકોનો વિકાસ ઉચિત નથી (તેઓની ઊંચાઈ, વયના હિસાબે ઓછી છે), 25 ટકા બાળકોનું વજન-ઊંચાઈ પ્રમાણ ઉચિત નથી અને 8 ટકા બાળકો ભારે કુપોષિત અને નબળા છે, એટલે કે વજન-ઊંચાઈનું પ્રમાણ અત્યંત ઓછું છે.
ગુજરાતના હાંસોટ તાલુકાની સ્થિતિ કાંઈ ખાસ સારી નથી. હાલમાં જ ચૌદ વર્ષની કિશોરી, રિંકી (નામ બદલવામાં આવેલું)માં હીમોગ્લોબિનનું સ્તર ચિંતાજનક રૂપે ઓછું – ડેસીલીટર દીઠ 3 ગ્રામ જોવા મળ્યું, જયારે યુવતિઓમાં સામાન્ય રેંજ 11.6 થી 15 ડેસીલીટરની વચ્ચે હોય છે. રિંકી ની જ જેમ આ જગ્યાએ એવા કિશોર-કિશોરીઓની મોટી સંખ્યા છે, જેઓને ઍનીમિયાથી સુરક્ષિત રાખવા માટે વહેલી તકે એવી શરૂઆત કરવાની જરૂર છે, જેથી તેઓના વિકાસમાં અવરોધ ન આવે. પરંતુ આવું કેવી રીતે કરી શકાય?
હાંસોટ તાલુકામાં સરકારી સંસ્થાઓ આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે તાલુકા અને જિલ્લા સ્તરે વિભિન્ન સહયોગી સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહેલ છે. બાળકો અને યુવાઓમાં ઍનીમિયાના અટકાવ અને ઉપચાર માટે સરકારી યોજનાઓ અને પ્રોગ્રામ તૈયાર કરવામાં આવી રહેલ છે. ઉદાહરણ માટે વીકલી આયર્ન એન્ડ ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન પ્રોગ્રામ પાકું કરે છે કે નવજાત શિશુઓ, બાળકો તેમજ કિશોર-કિશોરીઓને તેઓની વય અનુસાર સિરપ, ટેબ્લેટ વગેરેના રૂપમાં ફોલિક અને આયર્ન આપવામાં આવે.
જો કે કોવિડ – 19 રોગચાળાને લીધે શાળાઓ અને આંગણવાડી કેન્દ્ર બંધ હોવાના લીધે આ પ્રકારની યોજનાઓમાં અવરોધ આવ્યો. એટલે સુધી કે મિડ-ડે મીલ જે બાળકોને સંતુલિત આહારનું મુખ્ય સ્ત્રોત છે, આવી યોજનાઓ પણ અવરોધાય ગઈ. હાંસોટ, ભરૂચ જિલ્લાનો પહેલો તાલુકોહતો, જ્યાં આવી ઘણી યોજનાઓને ફરીથી શરુ કરવામાં આવી, સાથે જ બાળકોને હીમોગ્લોબિન તેમજ પોષણના સ્તરની નિયમિત તાપસ શરુ કરવામાં આવી. આ પગલાં તાલુકાના બાળકો અને તેમજ કિશોર-કિશોરીઓમાં ઍનીમિયાની તાપસ અને નિરાકારણમાં કારગર સાબિત થયા છે.
ઉપરોક્ત અવરોધો દૂર કરીને, આ પ્રવૃત્તિઓને ઝડપી બનાવવા માટે હાંસોટમાં ઘણા આધુનિક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યા છે. વર્ષ 2019 માં કરવામાં આવેલ એક અધ્યયન અનુસાર રાજ્યમાં 75 ટકા માતાઓ સાચા પૂરક આહાર બાબતે જાગૃત નથી. આ અધ્યયનના પરિણામ જણાવે છે કે જંક ફૂડનું વધતું જતું સેવન પણ પોષણની ઉણપનું મુખ્ય કારણ છે.
આ સમસ્યાના નિરાકરણ માટે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની સીએસઆર શાખા ઇન્દ્નશીલ કાકા-બા અને કલા બુદ્ધ પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટે સ્થાનિક સરકારી અધિકારીઓ અને સ્વાસ્થ્ય કર્મીઓની સાથે ભાગીદારીમાં માતાઓ, ગર્ભવતી મહિલાઓ અને કિશોરીઓને પ્રશિક્ષિત કરી છે. આ પ્રશિક્ષણના માધ્યમ વડે તેઓને સ્થાનિક રૂપે ઉપલબ્ધ આહારના ફોર્ટીફિકેશન, પોષણની પ્રથાઓ તથા સ્થાનિક સ્વાદ અનુસાર સરળ ભોજન, મસાલા પૂરી, થેપલા અને અન્ય રેસિપીઓ અંગે જાણકારી આપવામાં આવી છે.
સામાજિક તેમજ વ્યવહારિક સ્તરે પરિવર્તન લાવીને પણ દીર્ઘકાલિક પરિવર્તનો લાવી શકાય છે. સરકારી અધિકારી, સ્વાસ્થ્ય કર્મીઓ, અધ્યાપકો, વાલીઓ, સામુદાયિક લીડરોને સમગ્ર દ્રષ્ટિકોણ માટે એક મંચ પર લાવવામાં આવેલ છે. આ પ્રયાસ ફક્ત સમુદાયને ઉચિત પ્રથાઓ અંગે જાણકારી માત્ર જ નથી આપતા, પણ સરકારી યોજનાઓની પહોંચ વધારવામાં પણ મહત્વપૂર્ણ સહયોગ કરે છે.
ઇન્દ્રશીલ કાકા-બા અને કલા બુદ્ધ પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટે શાળાઓમાં ઍનીમિયાની તાપસ માટે હીમોગ્લોબિનનું મૂલ્યાંકન કર્યું છે અને હાંસોટથી રિંકી જેવા બાળકોને કાકા-બા હોસ્પિટલ સાથે જોડવામાં આવેલ છે, જેથી શક્ય તેટલી વહેલી તકે તેઓનો ઉપચાર કરવામાં આવી શકે. સરકારી સ્વાસ્થ્ય તેમજ શિક્ષા વિભાગો તથા સંકલિત બાલ વિકાસ સેવાઓ વચ્ચે પરસ્પર તાલમેલ દ્વારા ટ્રસ્ટે તાલુકાની તમામ શાળાઓમાં આયર્ન અને ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સનો માસિક પુરવઠો ફરીથી શરુ કરી દીધેલ છે. આના માટે આંગણવાડી કાર્યકર્તાઓ અને અધ્યાપકોને પ્રશિક્ષણ આપવામાં આવી રહેલ છે, જેમને આઈએફએ તથા તેની નક્કી માત્રનો રેકોર્ડ રાખવાના મહત્વ પર જાણકારી આપવામાં આવે છે.
એક એવા સિસ્ટમનું નિર્માણ કરીને, જ્યાં વાલીઓને પોષક ભોજન અંગે જાણકારી આપવામાં આવે, જ્યાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને સપ્લિમેન્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવે, બાળકોમાં ઍનીમિયા અને કુપોષણની નિયમિત તપાસ કરવામાં આવે, સ્થાનિક ચિકિત્સા સેવાઓને સશક્ત બનાવવામાં આવે, કુપોષણથી પીડિત બાળકોને સમયસર સારવાર આપવામાં આવે – આપણે પાકું કરી શકીએ છીએ કે બાળકો સ્વસ્થ રહે અને તેઓનો વિકાસ સારી રીતે થાય. એ યાદ રાખવું જરૂરી છે કે ઍનીમિયાનો અટકાવ સંભવ છે, આને મટાડી શકાય છે. બાળકોને સાચું પોષણ આપીને આપણે આ રોગને દૂર કરી શકીએ છીએ અને પોતાના ભવિષ્ય ને સશક્ત બનાવી શકીએ છીએ.
(લેખક, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની પરોપકારી શાખા, ઇન્દ્નશીલ કાકા-બા અને કલા બુદ્ધ પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેઓ ગત 37 વર્ષોથી ટ્રસ્ટ સાથે કાકા-બા હોસ્પિટલના માધ્યમ વડે ગુજરાતના ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં સ્વાસ્થ્ય સેવાઓને વધારે સારી બનાવવા માટે અથક પ્રયાસ કરી રહેલ છે.)